Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે ? : અખાત્રીજે કેસરિયો ખેસ પહેરવાની શક્યતા

ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે.. તેવામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ  અખાત્રીજના દિવસે કમલમમાં ભાજપનો ખેસ પહેરી શકે છે. આ માટે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે

 આ તરફ કોંગ્રેસના નેતા સી.જે.ચાવડાએ અશ્વિન કોટવાલને સત્તા લાલચુ ગણાવ્યા છે.. સી.જે.ચાવડાએ કહ્યું કે જે લોકો જનતાની સેવા નથી કરતા અને સત્તાને વધુ મહત્વ આપે છે તેવા સત્તા લાલચુ નેતાઓને આ ચૂંટણીમાં જનતા જાકારો આપશે અને કોંગ્રેસને વિજયી બનાવશે.

અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા તેઓ નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરીથી આ ચર્ચાઓ તેજ થઇ છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં પણ અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા સત્રમાં તેઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર હોવાની ચર્ચા છે. જો કે તેમના કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટુ નુકસાન થઇ શકે છે.

   
 
   
(10:35 pm IST)