Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આમ આદમી પાર્ટીના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

મહિલાના કપડાં ફાડ્યાનો આક્ષેપઃગુજરાતની મહિલાઓના કપડાં ફડાવી માતા અને બહેનોનું અપમાન કર્યું છે ?ક્યાં છે માતા બહેનોની સુરક્ષા :આપ

સુરત, તા.૧ : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં ધરણા પર બેસેલા આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. જેમાં મહિલા નગરસેવકના કપડાં ફાડી તેમજ પુરુષ નગરસેવકોના ગળા દબાવી માર માર્યાનો AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના ફોટા અને વિડીયો પણ આપ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં મહિલા નગર સેવકના કપડાં ફાટેલા જોવા મળી રહ્યા છે.ઘટના અંગે આપે ટ્વિટ કરીને ભાજપ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર આકરા પ્રહારો કર્યા છે.

આપે કહ્યું કે, 'પાટીલ આટલા બેશરમ થઈ ગયા છો કે મહિલા કાઉન્સિલરોના કપડાં પણ ફડાવી નાખ્યા. આ ગુજરાત દિવસે દરેક ગુજરાતી બહેન-દીકરીનું અપમાન છે, બીજા રાજ્યનો ગુંડો ગુજરાતીઓના સ્વાભિમાનને પડકારી રહ્યો છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, સુરતમાં આજની મીટિંગ પૂરી થતાની સાથે જ પાટીલે સુરતમાં આપ કોર્પોરેશનના કાઉન્સિલરો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાવી દીધો. ગઈકાલથી તમામ કાઉન્સિલરો ગૃહમાં ધરણા પર બેઠા હતા.'AAP ટ્વિટ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણી પહેલા જ ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી હતી. કેજરીવાલ અને AAPના ડરથી 'ભારતીય ગુંડા પાર્ટી'ની ઊંઘ ઊડી ગઈ છે. એટલા માટે ભાજપ પોતાની પોલીસનો ઉપયોગ AAP કાઉન્સિલરોને મારવા માટે કરી રહી છે. પરંતુ ભાજપ પોલીસની તાકાત પર AAPને ગુજરાતમાં સત્તા બદલવાથી રોકી શકશે નહીં.આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આ જુવો બેશર્મી ભાજપ !!

(10:20 pm IST)