Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર વોર જામ્યું : સી,આર,પાટીલએ ટ્વીટ કરીને કેજરીવાલને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા

પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે "ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે, એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે"

અમદાવાદ : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક દિવસની ગુજરાત મુલાકાતે છે. કેજરીવાલની આ મુલાકાત પહેલા અને મુલાકાત દરમિયાન ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એવું લાગી રહ્યું છે જાણે ભાજપ અને આમ આદમી પાર્ટી  વચ્ચે ટ્વિટર વૉર ચાલી રહ્યું છે. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે “ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે, એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે”. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ હરમનપ્રિત સિંઘ બેદીને હિમાચલ પ્રદેશના સોશિયલ મીડિયાના પ્રેસિડેન્ટ બનાવ્યા છે.. એવા દાવો કરવામાં આવ્યો છે કે હરમનપ્રિત સિંઘ બેદી ખાલિસ્તાન સમર્થક છે. જો કે કેજરીવાલે પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિને પ્રાંતવાદ સાથે જોડી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.

   
(9:52 pm IST)