Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

રાજયમાં માવઠાંની વિદાય લગભગ નિશ્ચિત: એપ્રિલમાં પારો 41 ડિગ્રી જશે: પ્રથમ સપ્તાહમાં ગરમી 37 ડિગ્રી રહેશે: 15 એપ્રિલ પછી ગરમીમાં વધારો થશે

અમદાવાદ: એપ્રિલ મહિના દરમિયાન મોટેભાગે આકાશ સ્વચ્છ રહેશે, જેને કારણે અપ્રિલની શરૂઆતની સાથે અમદાવાદ સહિત રાજ્યમાં ઉનાળાની જમાવટ થશે, તેમજ પ્રથમ જ અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી પાર કરી જશે. એટલું જ નહિ, ત્યારબાદ શહેરમાં ક્રમશ ગરમીના પ્રમાણમાં વધારો થતો જશે. ખાસ કરીને 15 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે, અને 15થી 30 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેથી સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન ગરમીનું જોર ધીમે ધીમે વધવાની શક્યતા રહેલી છે તેમ હવામાન ખાતાનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

   
(6:07 pm IST)