Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વડોદરા:ભીખ માંગવાનો ડોળ કરી દુકાનમાં ઘુસી ચોરી કરનાર સુરતની મહિલા ત્રિપુટીને માંજલપુર પોલીસે ઝડપી પાડી

વડોદરા : ભીખ માંગવાનો ડોળ કરીને દુકાનમાં ઘુસી ચોરી કરતી સુરતની મહિલા ત્રિપુટીને માંજલપુર પોલીસે ઝડપી પાડી છે. મહિલાઓ શહેરમાં અન્ય સ્થળે પણ રીતે ચોરી કરી હોવાની શક્યતાના આધારે માંજલપુર પોલીસે ત્રણેય મહિલાઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

માંજલપુર અંબે સ્કૂલ રોડ પર વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પાયલબેન દિનેશભાઇ માકડિયા નજીકમાં સુંદરમ કોમ્પલેક્સમાં ભાઇના મેડિકલ સ્ટોરમાં મદદ કરે છે.પાયલબેને માંજલપુર પોલીસને જણાવ્યું હતું કે,આજે સવારે સાડા આઠ વાગ્યે અમે સ્ટોર ખોલ્યો હતો.મારા ભાભીને ઘરે કામ  હોય તેઓ થોડીવારમાં ઘરે જવા નીકળી ગયા હતા.અને હું મેડિકલ સ્ટોરમાં હતી.પોણા દશ વાગ્યે મારા મેડિકલ સ્ટોરમાં ચાર થી પાંચ મહિલાઓ આવી હતી. મહિલાઓ શરીરે મેલા કપડા પહેર્યા હતા.અને માથે ચુંદડી ઓઢી હતી.મારી દુકાનમાં અંદર આવીને તેમણે મારી પાસે ભીખ માંગી હતી. તેઓની હરકત શંકાસ્પદ જણાતા અને હું સ્ટોરમા ંએકલી હતી.જેથી,મારી બાજુમાં એપાર્ટમેન્ટમાં હાજર મનોજભાઇ પટેલ પાસે જઇને મહિલાઓની હરકત અંગે જાણ કરી હતી.મનોજભાઇ મારી સાથે મેડિકલ સ્ટોર પર આવ્યા હતા.અને મહિલાઓને કહ્યુ હતુ કે,અહીંયા ખાવાનું મળતુ નથી.તમે જતા રહો.જેથી, મહિલાઓ ઝડપભેર રોડ તરફ ચાલવા લાગી હતી.મેં મારા સ્ટોરના કેશ કાઉન્ટરમાં તપાસ કરતા ગલ્લામાંથી ૩૦,૦૦૦  હજાર રૃપિયા ગુમ હતા.જેથી,મેં સ્ટોરમાંથી બહાર આવીને તરત મનોજભાઇને જાણકરી હતી કે,સ્ટોર પર આવેલી મહિલાઓ કાઉન્ટરમાંથી રોકડા રૃપિયા ચોરી ગઇ છે.એક છોકરો સ્કૂટર લઇને મહિલાઓને શોધવા માટે નીકળ્યો હતો.દરમિયાન વાતની જાણ પોલીસને પણ થતા પોલીસ પણ મહિલાઓની શોધખોળ કરવા લાગી હતી.

(4:36 pm IST)