Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વડોદરાના વાઘોડિયા તાલુકામાં ઝઘડો થતા ટોળાને વિખેરવા ગયેલ પોલીસને ફાયરિંગ કરવાની નોબત આવી

વડોદરા : વાઘોડિયા તાલુકામાં યોજાયેલી પંચાયતોની ચૂંટણી દરમિયાન ગઇ રાત્રે તરસવા ગામે ઇવીએમની અદલાબદલી મુદ્દે થયેલી હિંસામાં પોલીસે અપક્ષ ઉમેદવારના પતિ સહિત ૧૭ હુમલાખોરોની ધરપકડ કરી છે. પોલીસે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

અંગેની વિગત એવી છે કે ગઇકાલે વાઘોડિયા તાલુકામાં પંચાયતોની ચૂંટણી શાંતિથી પૂર્ણ થઇ ગયા બાદ સાંજે ઇવીએમ ખસેડવાની કામગીરી ચાલતી હતી ત્યારે અપક્ષ ઉમેદવાર સરસ્વતીબેન પરમાર અને તેનો પતિ મહેશ તરસવા ગામે બૂથ પરના પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ઇવીએમ મશીનના વાયરો બદલી નાંખેલ છે, અમોને આપેલ મતો તાલુકાના જિલ્લામાં પડયા છે અને જિલ્લાના તાલુકામાં પડયા છે તેમ જણાવી આનો નિકાલ નહી આવે ત્યાં સુધી ઇવીએમ લઇ જવા દઇશું નહી અને તમારા કલેક્ટરને અહીં બોલાવો તેમ કહી હોબાળો મચાવ્યો હતો.

સરસ્વતીબેનના પતિ મહેશે જોરજોરથી બૂમો પાડી માણસો ભેગા કરવાનું ચાલુ કર્યું હતું. વખતે પોલીસ અધિકારીઓ તેમજ મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પોલીસ અને મામલતદારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં ટોળાના માણસો માન્યા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૃ કર્યો હતો

દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ હરીશ રહેવરે અશ્રુવાયુના સેલ છોડયા હતા તેમજ અન્ય કોન્સ્ટેબલ જયદીપસિંહે બાર બોરની રાઇફલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

(4:35 pm IST)