Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વડોદરામાં વિકાસના નામે પાલિકાએ કબજે કરેલી જમીન માલિકને માલીકને પરત કરાઈ: ચાર વર્ષની લડત બાદ જમીન પાછી મળી

સમય મર્યાદા અંદર રોડનો વિકાસ ન થતા જમીન માલિક દ્વારા હાઈકોર્ટમાં પોતાની જમીન માટે અરજી કરી :પાલિકાનો પરાજય થતા કોર્ટના આદેશ મુજબ જમીન પરત મળી

વડોદરા રેલવે સ્ટેશનના પાછળના ભાગે જે વર્ષો પહેલા જમીન માલિક પાસેથી સંપાદિત કરવામાં આવ્યો હતો. વિકાસના નામે આ ભાગ જમીન માલિક પાસેથી કબ્જે કરવામાં આવ્યો હતો. આ જમીન પર ડબલ રોડ બનાવવાની સાથે વિકાસ કરવાના નામે જમીન પર પાલિકા દ્વારા કબ્જો મેળવવામાં આવ્યો હતો. પરંતુ, સમય મર્યાદા અંદર રોડનો વિકાસ ન થતા જમીન માલિક દ્વારા હાઈકોર્ટમાં પોતાની જમીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં પાલિકાની પરાજય થતા કોર્ટના આદેશ અનુસાર પાલિકા દ્વારા આ જમીન તેના માલિકને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રેલવે સ્ટેશન નજીક અલ્કાપુરી ગરનાળા પાસે પ્લેટફોર્મ નંબર 6 પર આવવાનો આખે આખો માર્ગ તેના જમીન માલિકને સોંપવામાં આવવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે. જેને લઈ વડોદરા પાલિકા અને દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે.જેસીબીની મદદથી આ આખે આખો રોડ ખોદીને માલિકને જમીન સુપરત કરવામાં આવી રહ્યો છે.

જમીનના મૂળ માલિક આ અંગે જણાવે છે કે, કોર્ટમાં બે દાવા થયા હતા. એક દાવો નેબર દ્વારા કરવામા આવ્યો હતો. આ મામલે કોર્ટે અમને કિંમત આપો અથવા જગ્યા આપો તેમ હુકમ કર્યો હતો. પૈસા ન હોવાથી કોર્પોરેશને જમીન આપવાનું નક્કી કર્યું છે. મારા દાવાનું નિરાકરણ પણ બે દિવસ પહેલા આવ્યું. જે તે સમયે જે થયું તે ખોટું થયું હતું. કોર્પોરેશને પણ માની લીધું છે કે, જે કર્યં તે ખોટું કર્યું છે. કોર્પોરેશને પણ નક્કી કર્યું છે કે,હવે તમામ કામગીરી કરીને જ જમીન લઈશું.

આ જમીન ત્રણ અલગ અલગ માલિકની છે. મારો આમા આખો બંગલો જતો હતો. અમને લાગ્યું કે આમાં રેલવેનો પણ ભાગ છે. પણ રેલવેવાળા ખોટા છે. તે જે પણ હોય અમને અમારી જગ્યા સુપરત આપવામાં આવી છે. એકંદરે ચાર વર્ષ આ લડત ચાલી છે. મને કુલ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો જે મને આજદિન સુધી આપવામાં આવ્યો નથી.

(10:54 pm IST)