Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પીરસવાનું સેવાકાર્ય આ સંસ્થા 21 વર્ષથી કરી રહી છે :સ્વામી સિદ્ધેશ્વરજી

રાજપીપલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વાર્ષિક ઉત્સવ અને સાંસકૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા  ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ 2001 થી શૈક્ષણિક કાર્યની સાથે સમાજ સેવા અને સામાજિક ઉથ્થાન નું કાર્ય કરે છે. સંસ્થાના મુખ્યા સિદ્ધેશ્વર સ્વામીજી ના નેતૃત્વમાં આચાર્ય અમિત પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરે છે. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ ને બહાર લાવવા શાળા દ્વારા વાર્ષિકોત્સવ અને સાંસ્કુતિક કાર્યક્રમ નું આયોજન શાળાના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. શિશુવિહાર થી લઈને પ્રાથમિક, માધ્યમિક અને વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક ધોરણો ના 1100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી મોટા ભાગના વિધાર્થીઓએ ભાગ લીધો હતો  દેશભક્તિ સોન્ગ,ડાન્સ, નાટક, ફિલ્મી ડાન્સ સાથે બાળકલાકારોએ સૌને ચકિત કરી દીધા હતા.

સંસ્થાના વડા  સિદ્ધેશ્વર સ્વામીજીએ પોતાનું આશીર્વચન અપાતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પીરસવાનું સેવા કાર્ય આ સંસ્થા 21 વર્ષથી અવિરત કરી રહી છે. ધોરણ 10 નું પરિણામ 97 %આવ્યું મારી શિક્ષકો ની સમગ્ર ટીમનું સન્માન કર્યું સાથે ધોરણ 12 સાયન્સ માં બી વિભાગ માં માછી રિદ્ધિ સ્કૂલમાં પ્રથમ આવી, આવા સ્કૂલના તેજસ્વીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એવી તમામ તાલીમ અહીંયા આપવામાં આવે છે.

(10:37 pm IST)