Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજ્યમાં 23 APMCની ચૂંટણીની તારીખ જાહેર

ફેબ્રુઆરીમાં વિજાપુર અને રાજપીપળા APMCની ચૂંટણી જ્યારે એપ્રિલમાં 17 APMCની ચૂંટણી યોજાશે: માર્ચ મહિનામાં એકમાત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે: જાણો ક્યારે કઈ APMCની યોજાશે ચૂંટણી

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ફેબ્રુઆરીથી ફરી એક વખત ચૂંટણીનો રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. રાજ્યમાં 23 APMCની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે,ફેબ્રુઆરીમાં વિજાપુર અને રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે જ્યારે એપ્રિલમાં 17 APMCની ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતા જ સહકારી આગેવાનોએ ચૂંટણી લડવા માટે પોતાનું લોબીંગ શરૂ કરી દીધુ છે.

ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતી (APMC)ની ચૂંટણીઓ સહકારી ક્ષેત્રની સૌથી મહત્વની ચૂંટણીમાંથી એક ગણાય છે. શાકભાજી-ફળફળાદી અને અનાજનો વેપાર અને વહીવટ APMCમાં થતો હોય છે. જેમાં વિવિધ સમિતિઓ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે. કરોડો રૂપિયાનો વહીવટ કરતી સમિતીના સભ્ય બનવા અને સમિતિનો વહીવટ કરવા માટે દરેક લોકો તલપાપડ હોય છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોની પણ પરોક્ષ હાજરી જોવા મળે છે.

ફેબ્રુઆરીમાં બે APMCની ચૂંટણી યોજાશે

3 ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી જ્યારે 24 ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે.

માર્ચમાં કઇ APMCની ચૂંટણી યોજાશે

માર્ચ મહિનામાં એકમાત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે.

એપ્રિલમાં કેટલી APMCની ચૂંટણી યોજાશે

5 એપ્રિલ- ધંધૂકા
12 એપ્રિલ-બાયડ
17 એપ્રિલ- સિદ્ધપુર, માણસા, ડીસા, કરજણ, વાસદ,ટીંબી, વાલિયા, તારાપુર, બોડેલી, ઉમરાળા
24 એપ્રિલ- સુરત, વિરમગામ
27 એપ્રિલ- માલપુર
28 એપ્રિલ- કાલાવડ
29 એપ્રિલ- માંડલ

મેમાં કઇ APMCની ચૂંટણી યોજાશે

1 મે- વાલોડ અને સાવલી APMCની ચૂંટણી યોજાશે.

(8:22 pm IST)