Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપ્યો

કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી સચિન ઉર્ફે દિલીપ પાંડીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો :આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા

સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ ખાતેથી આરોપી સચિન ઉર્ફે દિલીપ પાંડી નામના શખ્શની ધરપકડ કરી છે. આ આરોપી સામે નવેમ્બર 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને આરોપી 2017થી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.

(7:12 pm IST)