Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અમદાવાદઃ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયોઃ૨૫ લાખની સોનાની ભરેલી બેગ લઇ લૂંટારાઓ ફરાર

અખબાર નગરના શ્રી રતન કોમ્‍પ્‍લેક્ષ પાસેનો બનાવ વાડજ પોલીસ સહિત ઉચ્‍ચ અધિકારીઓ ઘટના સ્‍થળે

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. રાજ્‍યમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. અમદાવાદ શહેરમાંથી લૂંટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંગડિયા પેઢીનો કર્મચારી ફરી એક વાર લૂંટાયો છે. લૂંટના ઇરાદે આવેલા શખ્‍સોએ આંગડિયા પેઢીના કર્માચારીને લૂંટીને ફરાર થઇ ગયા છે. પોલીસ તંત્ર આ મામલે તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના  અખબાર નગર સર્કલ પાસે શ્રી રતન કોમ્‍પલેક્ષ પાસે આ લૂંટનો બનાવ બન્‍યો હતો, આંગડિયા પેઢીનો કર્મચારી ટુ વ્‍હીલર પાસે સોનાથી ભરેલી બેગ લઇને ઉભો હતો ત્‍યારે બાઇક પર અજાણ્‍યા ઇસમો આવીને સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ બેગમાં ૨૫ લાખના દાગીના હતા.  પેઢીના કર્માચરીએ પ્રતિકાર કર્યો હતો અને બૂમો પાડિ હતી પરંતુ લૂંટારૂઓ સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્‍થળે દોડી આવી હતી. આ મામલે વાડજ પોલીસે લૂંટની ફરિયાદ  નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.

આ લૂંટની ઘટના મામલે પોલીસે તમામ પોલીસને એલર્ટ કરી દીધી છે અને શહેરના તમામ રસ્‍તાઓ પર ચેકિંગના આદેશ આપ્‍યા છે. અને સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. હાલ વાડજ સહિત અમદાવાદની પોલીસ આ લૂંટ કેસમાં કામે લાગી ગઇ છે. પોલાસે હાલ તમામ ઘટના અંગે ફરિયાદી સાથે વાતચીત કરી રહી છે.(

(11:07 am IST)