Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ન્યુ યર સેલિબ્રિટેશન : સેંકડો દારૂડિયાઓની ધરપકડ થઇ

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૬૦૭ની ધરપકડ : અમદાવાદ શહેર અને જિલ્લામાં ૨૨૯, સુરતમાં ૨૧૬, વડોદરામાં ૬૦ની ધરપકડ કરાઈ : પોલીસનો તીવ્ર સપાટો

અમદાવાદ,તા. ૨ :     અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે મોટ સંખ્યામાં દારૂડિયાઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોન ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ, અમદાવાદ, સુરત, નવસાર, વડોદરા અને રાજકોટમાં પણ મોટ સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દારૂડિયાઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેમની સામે પગલા લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી કુલ ૧૭૦ વધુ દારૂડિયાઓને શહેર પોલીસે  ઝડપી લીધા હતા. તો, યુવતીઓની છેડતી કરતાં દસથી વધુ રોમીયોને પોલીસે ઝડપી લઇ સપાટો બોલાવ્યો હતો અને ભાન ભૂલેલા આવા તત્વોને પાઠ ભણાવ્યો હતો.થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં યુવા હૈયાઓ ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોમાં રાતભર મોજ માણતા રહ્યા હતા બીજીબાજુ, શરાબ અને શબાબના નશામાં કોઇ અનિચ્છનીય બનાવ કે અઘટિત ઘટના ના ઘટે તે હેતુથી શહેર પોલીસ તંત્રએ પણ ખાસ આયોજન કર્યું હતું. જેમાં શહેર પોલીસની સંખ્યાબંધ ટીમો, હજારો પોલીસ જવાન અને મહિલા પોલીસની સાદા ડ્રેસમાં તૈનાત રહેલી ટીમો સી.જી રોડ, એસજી હાઇવે, કાંકરિયા, આઇઆઇએમ, નરોડા, નિકોલ સહિતના સ્થળોએ રાતભર પેટ્રોલીંગ કર્યું હતું.  તો, બ્રેથ એનેલાઇઝર સાથે ચકાસણી કરી શહેરના પૂર્વ વિસ્તારમાંથી ૭૦ અને પશ્ચિમ વિસ્તારમાંથી ૧૦૦ મળી કુલ ૧૭૦થી વધુ દારૂડિયાઓને ઝબ્બે કર્યા હતા અને તેઓને જેલહવાલે કર્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાંથ ૨૨૯ની  ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં ૨૧૬ની ધરપકડ કરવામા ંઆવી હતી. નવસારીમાં ૭૬, વડોદરામાં ૬૦ અને રાજકોટમાં ૧૬ કેસ નોંધાયા છે. સુરત અને અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડના એસપી સુનિલ જોશીએ કહ્યુ હતુ કે ૬૦૭ લોકો પૈકી ૨૬૫ લોકોની દમણમાંથી ગુજરાતમાં એન્ટ્રી પોઇન્ટ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

ક્યાં કેટલા જેલમાં......

તમામ જગ્યાઓએ કાર્યવાહી

                અમદાવાદ,તા. ૨ :     અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે મોટ સંખ્યામાં દારૂડિયાઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોન ધરપકડ કરવામાં આવી હતી.

જિલ્લા........................................ દારૂડિયા ઝડપાયા

વલસાડ........................................................ ૬૦૭

અમદાવાદ.................................................... ૨૨૯

સુરત............................................................ ૨૧૬

નવસારી.......................................................... ૭૬

વડોદરા........................................................... ૬૦

રાજકોટ........................................................... ૧૬

(7:57 pm IST)