Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મલેરિયા નાબૂદીમાં પડકાર...

ગુજરાતમાં પણ નવેમ્બર સુધીમાં ૩૭૦૨૮ કેસો

                અમદાવાદ,તા. ૨ : વર્ષ ૨૦૩૦ સુધી મલેરિયાને નાબુદ કરવાની યોજના ભારતે તૈયાર કરી છે. આવી સ્થિતીમાં તમામ રાજ્યોએ પણ ખાસ ઝુંબેશ છેડી દીધી છે. મલેરિયાના કેસોન સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થઇ રહ્યો છે પરંતુ હજુ પણ જુદા જુદા પગલા લેવાન જરૂરીયાત દેખાઇ રહી છે. એપીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે નવેમ્બર સુધીના આંકડા સપાટી પર આવ્યા છે. આંકડા મુજબ ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર સુધી મલેરિયાના ૩૭૦૨૮ કેસો નોંધાયા છે. ગુજરાત કરતા કેટલાક રાજ્યો આંકડાના મામલે આગળ રહ્યા છે. ચિત્ર નીચે મુજબ છે.

રાજ્ય

૨૦૧૫

૨૦૧૬

૨૦૧૭

ઓરિસ્સા

૪૩૬૮૫૦

૪૪૪૮૪૩

૩૪૪૮૯૩

છત્તીસગઢ

૧૪૪૮૮૬

૧૪૮૨૨૦

૧૨૭૮૩૮

ઝારખંડ

૧૦૪૮૦૦

૧૪૧૪૧૪

૮૮૧૪૩

ગુજરાત

૪૧૫૬૬

૪૪૭૮૩

૩૭૦૨૮

બિહાર

૪૦૦૬

૫૧૮૯

૨૯૭૭

મધ્યપ્રદેશ

૧૦૦૫૯૭

૬૯૧૦૬

૩૬૨૪૨

રાજસ્થાન

૧૧૭૯૬

૧૨૭૪૧

૬૫૪૯

ઉત્તર પ્રદેશ

૪૨૭૬૭

૩૯૨૩૮

૩૧૧૬૨

(7:56 pm IST)