Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જુઓ પાક્કી ગેરંટી :અમદાવાદના રોડ શોમાં કેજરીવાલે પંજાબમાં આવેલ વિજળી બિલની કોપી લોકો વચ્ચે ફેંકી

અમદાવાદ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે અમદાવાદમાં રોડ યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ, રઘુ શર્મા અને પંજાબના સીએમ ભગવંત માન પણ આ રેલીમાં જોડાયા હતા.

રોડમાં અરવિંદ કેજરીવાલે પંજાબમાં આવેલ વિજળી બિલ લોકો વચ્ચે ફેંક્યા હતા અને ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી હતી. રોડ શોમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબનું વિજળી બિલ લઇને આવ્યા છે. જુઓ પાક્કી ગેરંટી છે. અનુજસિંગ છે જે અમૃતસરમાં રહે છે તેનું વિજળી બિલ 0 આવ્યું છે. આવા અનેક લોકોના 0 બિલ આવ્યા છે જેને કેજરીવાલે પ્રજાની વચ્ચે ફેંક્યા હતા. 0 વિજળી બિલ એ પાક્કી ગેરંટી છે.ગુજરાતમાં એક માર્ચ બાદ તમારુ વિજળી બિલ 0 આવશે. જેને પણ 0 વિજળી બિલ જોઇએ એ ઝાડુ પર બટન દબાવજો. તેમ કેજરીવાલે જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સત્તા પક્ષ ભાજપને સીધી ટક્કર આપવા માટે આવેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ સંદેશ રજૂ કર્યો છે. જ્યારે અત્યાર સુધી કેજરીવાલ હિન્દીમાં બોલતા જોવા મળી રહ્યા છે. પરંતુ ગુજરાતની પ્રજાને મત માટે રિઝવવા માટે પહેલી વખત ગુજરાતની જનતાને ગુજરાતીમાં સંદેશ આપ્યો છે. તેમણે એક વિડીયો શેર કર્યો હતો અને કહ્યુ હતુ કે જય શ્રી કૃષ્ણ,27 વર્ષ ખૂબ જ કહેવાય, નહીં? આ વખતે બદલીને જુઓ, પરિવર્તન જીવનનો નિયમ છે,વૃક્ષ પણ પોતાના પાંદડા દર વર્ષે બદલી નાખે છે,એકવાર આમ આદમી પાર્ટીને એક મોકો આપો,હું તમારો વિશ્વાસ કદી નહીં તૂટવા દઉં,આબોહવા પણ બદલાઈ રહી છે, ઠંડી પણ વધી રહી છે, ઘરે સૌનું ધ્યાન રાખજો, જય શ્રી કૃષ્ણ

(7:41 pm IST)