Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વડોદરા:મકરપુરા જીઆડીસી વિસ્તારમાં ફાર્મા કંપનીમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફાર્મા કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ હતી. મકરપુરા જીઆઇડીસી માં આવેલી અદ્રૈત ફાર્મા કંપનીના પહેલા માટે લેબોરેટરીમાં નાના બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આગમાં કેમિકલ ઉપરાંત ઓફિસની ફાઈલો તેમજ અન્ય ચીજો લપેટાઈ ગઈ હતી. મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાના કારણ અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ ચાર્જિંગમાં મુકેલા લેપટોપ ને કારણે આગ લાગી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસે પણ બનાવ અંગે વિગતો મેળવી હતી.

(7:35 pm IST)