Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુજરાતમાં અમે 89 બેઠકોમાંથી 51 બેઠકો જીતી રહ્યા છીએઃ આપના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો દાવો

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે મતદારોને અપીલ કરતા કહ્યુ કે, તમારી પાસે સુવર્ણ તકી આવી છે, તમારા બાળકોના ભવિષ્‍ય માટે જરૂર મતદાન કરો

ગાંધીનગરઃ આજે ચૂંટણીના પ્રથમ તબક્કામાં દરેક પક્ષના નેતાઓ મતદારોને મત આપવા અપીલ કરી રહ્યા છે. આપના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ એવુ નિવેદન કર્યુ છે કે, ગુજરાતમાં અમે 89 બેઠકોમાંથી 51 બેઠકો જીતી રહ્યા છીએ.

આજે પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. 2 કરોડ 13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાંથી 6 લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

ખંભાળિયાના AAP ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારા આંતરિક સર્વે મુજબ અમે 89માંથી 51 બેઠકો જીતી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હું સતત દરેક બૂથ પર ફરી રહ્યો છું, લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ EVM ખુબ જ ધીમા ચાલે છે.

(5:30 pm IST)