Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વાપીમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ અનેરા ઉત્‍સાહ સાથે મતદાન કરવા જતા બુથ પરનું ઇવીએમ ખોટકાયુ

કનુભાઇ દેસાઇ પરિવાર સાથે વાપીની જ્ઞાનધામ સ્‍કુલમાં મતદાન કરવા ગયા હતા

ગાંધીનગરઃ વાપીમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ સવારમાં પરિવાર સહિત મતદાન મથકે મતદાન કરવા જતા બુથ પરનું ઇવીએમ બંધ થઇ ગયુ હતું.

ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટમીનો મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે. 182 વિધાનસભાની બેઠક સાથેન ગુજરાતનો તાજ કોણ પહેરશે તે તો આજે મતદારો નક્કી કરશે. ગુજરાતમાં રંગેચંગે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં મતદારોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. આ વચ્ચે ગુજરાતમાં ઈવીએમ ખોટકાયાના સમાચારો પણ આવવા લાગ્યા છે. ગુજરાતના નાણામંત્રીને જ આનો કડવો અનુભવ થયો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા તો તેમના બૂથનું ઈવીએમ જ બંધ હતું. 

વાપીની પરથી કનુ દેસાઈ આજે વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલા તેમનામાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ બૂથ પર પહોંચતા જ તેમના ઉત્સાહ ઠંડો પડ્યો હતો. કારણ કે, નાણામંત્રીને જે બુથ પર મતદાન કરવાનું છે તેનું જ evm બંધ હતું. કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ ઈવીએમ ખોટકાયાને કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા. કનુભાઈ વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને આ કડવો અનુભવ થયો હતો. 

આ વિશે એક સ્થાનિક મતદારે કહ્યું કે, મતદાન બૂથ પર ઈવીએમ બંધ છે એટલે અમે રાહ જોઈ ઉભા છીએ. ઓ અન્ય એક મતદારે કહ્યું કે, અમે સાડા સાત વાગ્યાથી મતદાન આપવા ઉભા છીએ, પરંતુ ટેકનિકલ ખામીને કારણે વોટ આપી શક્યા નથી. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. ...મતદાન સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે......2 કરોડ 13 લાખ મતદારો કરશે મતદાન....6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે...

(5:29 pm IST)