Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મતદાન પ્રક્રિયા વખતે જ ચેનલોમાં ભાજપના અગ્રણીઓના નિવેદનથી આચારસંહિતા ભંગ

મુખ્ય ચૂંટણી અધિકારીને કોંગીની ફરીયાદઃ દાંતાના ઉમેદવાર સાડી વિતરણ કરતા હોવાની રાવ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ :.. કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલના નામથી ભાજપ દ્વારા આજે આચારસંહિતા ભંગ કરવામાં આવી રહ્યાની ફરીયાદ કરવામાં આવી છે. દાંતા મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર લાતુ પારધી મતદારોને જાહેરમાં સાડી વતરણ કરી લલચાવી રહ્યાના આક્ષેપ સાથે પણ રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસે પત્રમાં જણાવ્યુ છે કે અમુક ભાજપનો પ્રચાર થઇ રહેલ છે, સર્વ પ્રથમ બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો એવું જણાવેલ છે કે, ભાજપને ટકાવારીમાં સૌથી વધારે વોટ મળશે અને તમામે તમામ અગાઉના રેકોર્ડ તૂટશે.  ભાજપના આગેવાન શ્રી વાઘાણી તેમજ ભાજપના ઘણા આગેવાનોએ પણ એકતરફી નિવેદનો આપેલ છે. આ નિવેદનો મતદારોને પ્રભાવીત કરી શકે તેમ છે અને કુલ ૮૯ સીટોમાં આજરોજ ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં મતદારોને પ્રભાવિત કરી શકાય  તેવા નિવેદનોથી ચૂૂંટણી પ્રક્રિયાનો ભંગ છે તેમજ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે.

આજે કોંગ્રેસના રાષ્ટ્રય પ્રવકતા આલોક શર્મા અને પૂર્વ મંત્રી બિમલ શાહ ચૂંટણી કમીશનરને મળ્યા હતાંઉ તેમણે ઇવીએમ મશીનો મોટી સંખ્યામાં બગડયા હોવાની રજૂઆત કરી છે.

ઉપરાંત ચૂંટણી પંચની ૪૮ કલાક પોલ ન કરી શકો આમ છતાં ટીવી માધ્યમો દ્વારા બતાવવામાં આવ્યા છે. જેની સામે પગલા લઇ તાત્કાલીક બંધ  કરવું જોઇએ. તેવી માંગણી કરી હતી.

(4:33 pm IST)