Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આઇજી સુભાષ ત્રિવેદી ભરૂચ અને આઇજી ગિરીશ સિંઘલની ખાસ વરણીના પગલે બાજ નજર રાખી

માત્ર રાજકોટ જિલ્‍લા નહિ કચ્‍છ અને ભરૂચ જેવા સંવદનશિલ વિસ્‍તારમાં માટે ધડાધડ નિર્ણય : મધ્‍યરાત્રિએ પોલીસ કંટ્રોલરૂમ પર અર્ધલશ્‍કરી દળો તેનાત થયાઃ લોકો નિર્ભિક બની મતદાન કરેઃ આઇજી અશોકકુમાર યાદવ

રાજકોટ તા.૧: રાજકોટ ગ્રામ્‍ય હેઠળના વિસ્‍તારમાં ગોંડલમાં સર્જાયેલ ગજગ્રાહ ધ્‍યાને રાખી મુખ્‍ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજકોટ રૂરલની પરિસ્‍થિતિ પર નિયંત્રણ રાખવા માટે એટીએસ વડા અમિત વિશ્વકર્મા સાથે સંવેદનશીલ ભરૂચ વિસ્‍તાર માટે નીડર એવા સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીની પસંદગીઓ દ્વારા ફરજ સાંભળવામાં આવી રહી છે.

દરમિયાન કચ્‍છના બોર્ડર વિસ્‍તાર સહિતની સંવેદના ધ્‍યાને રાખી કચ્‍છ માટે સુપરવિઝન માટે મુકાયેલા આઇપીએલ ગિરીશ સિંઘલ પણ પોતાની ફરજ બજાવી રહયા છે.

અત્રે એ યાદ રહે કે ઉતર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ખૂબ વિશાળ પ્રદેશ સાથે વિશાળ દરિયાકાંઠા અને સરહદી વિસ્‍તાર હોય સામાન્‍ય દિવસોમાં ખૂબ સારી રીતે સુપરવાઈઝર કરતા રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ અને કચ્‍છ બોર્ડર વડા જ.આર.મોથલિયા ખૂબ સરસ રીતે ચલાવે છે, ચૂંટણીમાં આ બન્ને આઇપીએસ પર ખૂબ મોટી જવાબદારી હોવાથી ઉકત બન્ને અધિકારીઓની પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે ગોંડલ અને રીબડા જૂથ દ્વારા સંપૂર્ણ શાંતિ જાળવવામાં આવશે તેવી ખાતરી ઉચ્‍ચારી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવી આ લખાય છે ત્‍યારે કોઇ ફરિયાદ ન હોવાનું આઇજી જણાવે છે.

ચૂંટણીપંચ સાથે કલેકટર તંત્ર દ્વારા પણ ગુજરાતના અતિ સંવેદનશીલ મત મથકોમાં દેખાઇ રહયા છે. આ સાથે અર્ધ લશ્‍કરી દળો પણ ફરજ બજાવતા નજરે ચડી રહયા છે.

રાજયભરના પોલીસ કંટ્રોલ રૂમમાં પણ અગાઉ જાહેર કર્યા મુજબ અર્ધલશ્‍કરી દળોના ધાડા ગત રાતથી તેનાત થયેલા જ છે, મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર તથા આઇબી વડા રાજયભરના યુનિટ અને ખાસ કરી સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને સુરતની સ્‍થિતિ માહિતી મેળવી રહયા છે

(4:10 pm IST)