Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સુરતનાં કામરેજમાં સોલંકીનો અનોખો પરિવારઃ પરિવારના ૯૬ સભ્‍યોઃ ૬૦ જેટલા છે મતદારો

સંયુકત કુટુંબ : સુખી કુટુંબ : સૌથી મોટી વયના મતદાર ૮૨ વર્ષના દાદા : ૧૮ વર્ષનાં બે મતદારો

નવી દિલ્‍હી, તા.૧: પરિવારના સભ્‍યો અથવા પિતા અને પુત્ર વચ્‍ચે ખટરાગ અત્‍યારે બહુ સામાન્‍ય વાત ગણાય છે પણ સુરતના કામરેજમાં રહેતો ૮૧ સભ્‍યોનો પરિવાર સંબંધ અને એકતાના ઉદાહરણ સમાન છે. આના કરતા પણ વધુ અગત્‍યની વાત એ છે કે એ બધા સાથે જ રહેવાની વાત કરે છે.

કામરેજનો સોલંકી પરિવાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો તે કેટલું અગત્‍યનું છે, એ સંદેશ આપવા માંગે છે. પરિવારના સૌથી મોટી વયના મતદાર ૮૨ વર્ષના શામજીભાઇ છે અને સૌથી યુવા મતદારો ૧૮ વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે યુવા મતદારો ૧૮ વર્ષના પાર્થ અને વેદાંત છે જેઓ આ વખતે પહેલીવાર મતદાન કરવાના છે.

સોલંકી પરીવાર આજે નવાગામ મતદાન મથકે એકથી વધુ વાહનોમાં મતદાન કરવા જશે. પરિવારના ૮૧ સભ્‍યોમાંથી ૬૦ વ્‍યકિતઓ મતદાર તરીકે નોંધાયેલા છે. શામજીભાઇના પુત્ર નંદલાલે કહ્યું, ‘૮૨ વર્ષની ઉંમરે પણ મારા પિતા મતદાન કરવા બહુ ઉત્‍સાહી છે અને અમને બધાને મતદાન કરવા પ્રોત્‍સાહિત કરે છે.

પરિવારના ૧૭ ભાઇઓમાંથી એક ઘનશ્‍યામે કહ્યું, ‘અમારા પરિવારમાં કોઇ લગ્ન હોય અને જેટલા ઉત્‍સાહથી અમે ભાગ લઇએ એટલા જ ઉત્‍સાહપુર્વક અમે મતદાનમાં પણ ભાગ લઇએ છીએ.'

૬ ભાઇઓમાંથી એક લાલજીભાઇ સોલંકી બોટાદના લાખીયાણીથી ૧૯૮૫માં કામરેજ આવીને લુહારી કામનો ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતાના ૬ ભાઇઓ સાથે અહીં ખેતીના સાધનો બનાવવાનું શરૂ કર્યુ હતું. પરિવાર ધીમે ધીમે વધતો ગયો. અત્‍યારે અમારા પરિવારમાં ૯૬ જણ છે. જેમાંથી ૧૫ અમારા ગામડે રહે છે અને ૮૧ કામરેજમાં રહે છે.

પરિવારની એક મહિલા નિરાલીએ કહ્યું, ‘સંયુકત કુટુંબમાં રહેવાના ફાયદા છે. અમે અમારા કામની વહેંચણી કરી નાખીએ છીએ એટલે દરેકને ફ્રી ટાઇમ મળી રહે છે.'

(10:32 am IST)