Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજપીપળા શહેરમાં નોંધારાનાં આધારનાં 23 નોંધારાઓને બર્ક ફાઉન્ડેશન દ્વારા ભોજન ની વ્યવસ્થા શરૂ થઈ

-એકાદ મહિનાથી નોંધારાઓને ભોજન આપવાનું બંધ થતાં આશા કરી બેઠેલા નોંધારાઓ માટે બર્ક ફાઉન્ડેશન સંસ્થા એ ભોજન ની સેવા ચાલુ કરતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં નાંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત ઘણા નોંધારાઓને વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા ભોજનની વ્યવસ્થા શરૂ કરાઇ હતી પરંતુ એકાદ મહિનાથી ભોજનની વ્યવસ્થા બંધ થઈ જતા રાજપીપળાનાં નોંધારા ભોજન વિના ટળવળતા હતા પરંતુ કોરોના કાળ વખતે પ્રશંસનીય કામગીરી કરતી બર્ક ફાઉન્ડેશન કે જે સંસ્થા અત્યાર સુધી કુપોષણ અને અંતરિયાળ ગામડાઓમાં કામ કરતી હોય તેનાં સંચાલક જ્યોર્જભાઈ ના ધ્યાને આ બાબત આવતા તેમણે ભોજન વિના અટવાયેલા નોંધારાઓ માટે ખાસ વ્યવસ્થા કરી હાલમાં 23 જેટલા નોંધારાઓને ભોજન આપવાની શરૂઆત કરી જેના કારણે ભૂખ્યા નોંધારાઑ શિયાળા ની ઋતુ માં પેટ ભરી રહ્યા છે.
બર્ક ફાઉન્ડેશન દ્વારા આમતો હરસિધ્ધિ માતા,લાલ ટાવર,  સંતોષ ચોકડી,અંબુભાઈ પુરાણી ની આજુબાજુ, સફેદ ટાવર રોડ ઉપર અને કાલાઘોડા જેવા વિસ્તારો માં ફરતા લોકો કે તેમનું કોઈ ચોક્કસ એડ્રેસ ન હોય તેવા 40 જેવા લોકોને ભોજન આપવાની સેવા સાથે સાથે 23 જેવા નોંધારાઓને પણ આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

(11:39 pm IST)