Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આચારસંહિતાના અમલવારી દરમિયાન અત્યાર સુધીમાં 34,724 કેસ કરાયા :28,997 આરોપીઓની ધરપકડ

 ઉપરોક્ત કેસોમાં ૨૮,૭૩,૪૨૦ રૂ. નો દેશી દારૂ ૧૪,૭૧,૫૦,૯૭૦ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ૨૦,૩૦,૩૭,૫૮૧ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૩૫,૩૦,૬૨,૯૭૨ નો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન તા. ૦૧/૧૨/૨૦૨૨ (પ્રથમ ચરણ) તથા તા. ૦૫/૧૨/૨૦૨૨ (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. ૦૩/૧૧/ ૨૨થી આદર્શ આચાર સંહિતા) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે:

. ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૨૯/૧૧ /૨૦૨૨ સુધી કુલ ૩૪,૭૨૪ કેસો કરવામાં આવેલ છે જેમાં ૨૮,૯૯૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં ૨૮,૭૩,૪૨૦ રૂ. નો દેશી દારૂ ૧૪,૭૧,૫૦,૯૭૦ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા ૨૦,૩૦,૩૭,૫૮૧ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૩૫,૩૦,૬૨,૯૭૨ નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.
 રાજ્યમાં Criminal Procedure Code,1973 હેઠળ ૨,૯૬,૨૨૫ કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ ૩૪,૯૮૩ કેસો, Gujarat Police Act, 1951 હેઠળ ૧૦૯ કેસો તથા PASA Act, 1985 હેઠળ ૪૧૨ કેસો એમ વિવિધ કલમો હેઠળ ૩૯૮ કેસો એમ વિવિધ કલમો હેઠળ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ કરવાની સંભાવના ધરાવતા ઈસમો વિરૂધ્ધ કુલ ૩,૩૧,૭૨૯ અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.
  રાજ્યમાં કુલ ૫૫,૬૪૦ પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા ૫૧,૧૪૧ (૯૧.૯૨%) હથિયારો જમા લેવામાં આવેલ છે, ૪૪૦૬ (૦૮.૦૦%) હથિયાર ધારકોને મુક્તિ આપવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
 રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ ૯૦ ગેરકાયદેસર હથિયાર, ૪૨૦ ગેરકાયદેસર દારૂગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવેલ છે. તે અંગે કુલ ૯૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ ૪૪ કેસો નોંધી, કુલ ૬૧,૯૭,૩૫,૨૧૯ નો ૧૪૯૨.૬૭૪૭ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.
 રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ, ૫૪૬ થી વધુ  Static Surveillance Teams તથા ૫૪૬ થી વધુ  Flying Squads કાર્યરત છે Static Surveillance Teams દ્વારા 56,970 રૂ. નો IMFL, 4,770/- રૂ. નો દેશી દારૂ, 1,53,00,000 રૂ. ના ઘરેણાં, 1,21,36,630 રૂ.ની રોકડ રકમ તથા 14,76,700 રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 2,89,75,070 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 34,950-રૂ. નો IMFL, 500/- રૂ. નો દેશી દારૂ, 1,85,56,220 રોકડ રૂપિયા (Cash) તથા 9,43,000 રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,95,34,625 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Local Police દ્વારા 3,09,03,760 રોકડ રૂપિયા (Cash), 3,55,67,237 રૂ. ના ઘરેણાં, 61,97,45,109 રૂ. ના NDPS પદાર્થો તથા 8,267,924 રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,44,84,030 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
. તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર પ્રથમ ચરણનું મતદાન થનાર છે. પ્રથમ ચરણના શહેર/જિલ્લાઓમાં બહારથી Police/Home Guard/ GRD અને CAPF (કેન્દ્રીય હથિયારી પોલીસ દળ) ફાળવવામાં આવેલ છે. જેઓ પોલીંગ સ્ટાફ સાથે તા. ૩૦/૧૧/૨૦૨૨ ના રોજ મતદાન મથકો ઉપર અને QRTs/ Police Mobiles/ Sector Mobiles જેવી Ancillary Parties ઉપર તૈનાત થનાર છે.
 ગુજરાત પોલીસ દ્વારા ભારતીય ચૂંટણી પંચ (ECI) ના માર્ગદર્શન મુજબ Free, Fair and Peaceful Elections માટે તમામ તૈયારી કરવામાં આવેલ છે અને દરેક મતદાર નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે મુજબની તૈયારી કરવામાં આવેલ છે.

(9:14 pm IST)