Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ડીસા માર્કેટમાં રહેલી મગફળી શેડની અંદર ખસેડવા તંત્ર દ્વારા સુચના અપાઈ

જો કમોસમી વરસાદ થશે તો ફરી ડીસા માર્કેટયાડમાં મોટું નુકસાન થવાની સંભાવના

બનાસકાંઠાના ડીસા માર્કેટમાં રહેલી મગફળી શેડની અંદર ખસેડવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતલાલ જોશીએ માર્કેટયાર્ડમાં તમામ વેપારી તેમજ ખેડૂતોને વરસાદથી તમામ પોતાનો માલ સેડની અંદર ખસેડવાની સુચના આપી છે. છતાં વેપારીઓનો માલ ખુલ્લી જગ્યામાં જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ જેમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે. જો કમોસમી વરસાદ થશે તો ફરી ડીસા માર્કેટયાડમાં મોટું નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.

(12:59 am IST)