Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હીરા બજારમાં ઉધારી બંધઃ રોકડનું પણ સંકટઃ ૪૦ ટકા દલાલો ગાયબ!!

નાના ૧૦ થી ૧પ હજાર સુધીના હીરાની માંગઃ વેપારીઓને પાર્ટી ઉઠી જવાની આશંકા

સુરત તા. ૧: વિશ્વ ફલક ઉપર હીરા ચમક ફીકકી પડી છે. ૬ મહિનાથી બજારને આર્થીક તરલતામાં ગુંચવી નાખ્યું છે. મંદીના માહોલમાં ઉધાર આપેલ પૈસા પરત આવવાની શકયતા ઓછી હોવાથી હીરા વેપારીઓએ ઉધાર બંધ કરી રોકડાથી જ વ્યવહાર શરૂ કર્યો છે.

આની અસર એટલી થઇ કે ૪૦ ટકા દલાલો જ ગાયબ થઇ ગયા!!! ક્રિસમસ અને નવા વર્ષને લઇને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ તો વધી છે પણ તે પૂરી કરવા મુશ્કેલી થઇ રહી છે. મંદીનો માર અલગ છે. સુરતમાં વિશ્વના ૯૦ ટકા હીરાનું કામ થાય છે. રસ્તા ઉપર જ લાખોના સોદા થાય છે. કરોડોનો માલ ખીસ્સામાં રાખી ફરનાર વેપારીનો અડધો ઉપરાંત માલ ઉધારીનો હતો.

ક્રિસમસ અને નવા વર્ષની ખરીદીને જોતા લોકોએ હાલ ઉધારી બંધ કરી છે. દીવાળી ઉપર ખર્ચને જોતા વેપારીઓએ ઓછા નફે ધંધો કરવાનો નિર્ણય કર્યો છે. તેમને પાર્ટી ઉઠી જવાની ચિંતા પણ સતાવી રહી છે. તેમને લાગે છે કે લોકો આર્થીક સંકડામણના કારણે માલની રકમ નહીં ચૂકવી શકે.

નાના વેપારીઓનું બજાર હાલ દિવાળી ઉપર નિર્ભર હતું. સ્થાનીય માર્કેટમાં નાના હીરા ડીમાન્ડમાં લોકો ૧૦ થી ૧પ હજાર સુધીના હીરા ખરીદવા પસંદ કરે છે. રોકડની સંકટ સ્થિતિમાં બજારમાં મોટા હિરાની ડિમાંડ નથી. એક વેપારીએ જણાવેલ કે આવા સમયે રસ્તા ઉપર પગ રાખવાની જગ્યા ન હોય તેના બદલે રોનક જ ગાયબ થઇ ગઇ છે.

(3:32 pm IST)