Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ડેડીયાપાડામાં ભરતીની બોગસ જાહેરાત આપી યુવાનો સાથે છેતરપિડી કરનારા સામે પગલાં ભરવા મામલતદારને રજુઆત

જાહેરાતમાં દશૉવેલ ભરતીના સ્થળે યુવાનો ગયાં ત્યારે બોગસ ભરતીનો ભાંડો ફુટયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 27 નવેમ્બરે ચેકમેટ સર્વિસેસ પ્રા.લિમિટેડ દ્વારા સિક્યુરિટી સુપરવાઇઝર,સિક્યુરિટી ગાર્ડસ ની ભરતીની જાહેરાત કરાઈ હતી જેમાં છેતરપીંડીનો ભોગ બનનાર તાલુકાના 60 જેટલા યુવાનો પૈકી દ્રુપદ વસાવાએ જણાવ્યું હતું કે આ જાહેરાતમાં દશૉવેલ સ્થળે  નોકરી મેળવવા પોહચ્યા તો ત્યાં જાહેરાતમાં જણાવેલ ડેડીયાપાડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ નિવલદા ખાતે ભરતીના સ્થળે કોઇ હાજર જોવા ન મળતાં યુવાનો સાથે ઠગ ભેજા બાજોએ છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા છેતરાયેલ યુવાનોએ મામલતદાર ડેડીયાપાડાને લેખિત રજૂઆત કરી આવી બોગસ ભરતીની જાહેરાત બહાર પાડી યુવાનો સાથે ઠગાઈ કરનાર ઠગો સામે સખત કાયૅવાહી કરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

(11:02 pm IST)