Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતજી ગુજરાત પહોંચ્યા

: સંઘની કાર્યકારી બેઠકમાં 60 જેટલા સંઘપ્રમુખો, પ્રચારકો અને કાર્યકરો હાજર રહેશે:ભૈયાજી જોશી પણ આવશે

અમદાવાદઃ આરએસએસના  પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. સંઘની કાર્યકારી બેઠક તેમના નેજા હેઠળ યોજાશે. સંઘની આ કાર્યકારિણીની બેઠકમાં 60 જેટલા સંઘપ્રમુખો, પ્રચારકો અને કાર્યકરો હાજર રહેશે. આ સિવાય ભૈયાજી જોશી પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે અને તેના પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા તેમનો પ્રવાસ ઘણો મહત્ત્વનો મનાય છે. તેમા પણ મતદાનપૂર્વે તેમની હાજરીથી સંઘના સ્થાનિક કાર્યકરો સક્રિય થઈ ગયા છે. આ સિવાય તેમના આગમનને લઈને અનેક પ્રકારના તર્કવિતર્ક ઉઠી રહ્યા છે.

(11:47 pm IST)