Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

દેડિયાપાડા તાલુકાના કણબીપીથા ગામ નજીક બે બાઇકો વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના કણબીપીઠા અને દેવમોગરા ગામ વચ્ચે રવિવારે બપોરે બે બાઇકો વચ્ચે અકસ્માતમાં 5 જેવા વ્યક્તિઓને  ઈજા થઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળ્યા મુજબ બે બાઇકો સામસામે અથડાતા બાઈક સવારો સહિત માર્ગ ઉપર ચાલતા રાહદારીઓને પણ અડફ્ટમાં લેતા 5 જેવા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તેમ દેડિયાપાડા પો. સ્ટે. માંથી જાણવા મળ્યું છે.

(10:34 pm IST)