Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સી-પ્લેન : એક જ દિવસમાં ૩૦૦૦ બુકિંગ રિક્વેસ્ટ મળી

સી-પ્લેન સેવાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : સી-પ્લેનની સેવા પ્રધાનમંત્રી દ્વારા શનિવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ કરાઈ હતી

અમદાવાદ, તા. ૧ : શુક્રવારે મોડી રાત્રે સાબરમતીથી કેવિડયા વચ્ચે ઉડતા સી-પ્લેનનું બુકિંગ્સ શરૂ કરવામાં આવ્યું હતું. આ સી-પ્લેન સેવાને હાલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા જ દિવસે આ સી-પ્લેનમાં મુસાફરી કરવા માટે ૩૦૦૦ જેટલી બુકિંગ રિક્વેસ્ટ મળી હતી. સી-પ્લેનની સેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ કરવામાં આવી હતી. શનિવારે સાંજે મીડિયા સાથે વાત કરતા સ્પાઈસજેટના ઝ્રસ્ડ્ઢ અજય સિંહે જણાવ્યું કે, રવિવારથી પેસેન્જરો માટે સર્વિસ શરૂ થઈ જશે. હાલમાં અમને સી-પ્લેન ટ્રિપનું બુકિંગ કરાવવા માટે ૩૦૦૦ જેટલી બુકિંગ રિક્વેસ્ટ મળી છે. સિંહ વધુમાં કહે છે કે મોટાભાગના પેસેન્જરોએ અમદાવાદથી જ ટ્રિપ બૂક કરાવી છે. તેઓ કહે છે, અમે આટલી મોટી સંખ્યામાં લોકોના આવવાની અપેક્ષા નહોતી રાખી, અમે બુકિંગ રિક્વેસ્ટ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે અને જેમણે પેમેન્ટ્સ કરી દીધું છે તેમને સીટ્સ અપાઈ ગઈ છે.

            શનિવારે સી-પ્લેનનું ઉદ્ઘાટન કરાયાના બીજા જ દિવસે અમદાવાદીઓ તેમાં બેસીને ઉડવા માટે પહોંચી ગયા હતા. રવિવારે સવારે પહેલા છ પેસેન્જરોને લઈને સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન કેવડિયા માટે ઉડ્યું હતું. આ દરમિયાન પેસેન્જરોના ચહેરા પર પહેલીવાર સી-પ્લેનમાં મુસાફરી કરવાનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બે રાઉન્ડ-ટ્રિપ ફ્લાઈટ શિડ્યુલ ઉપરાંત વધારે ફ્લાઈટ્સ પણ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે. સિંહે પત્રકારનો વધુમાં જણાવ્યું કે, આગામી બે-ત્રણ મહિનાઓમાં અમે વધારે બે વિમાન ઉમેરીશું. બીજા વિમાન લેવા માટે હાલમાં વાતચીત ચાલી રહી છે. એક વિમાન કુલ ૧૦ ટ્રિપ કરી શકે છે, આમ અમે વધારે ટ્રિપ ઉમેરીશું. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટનો સૌથી વધુ ખતરો ધરાવતા એરપોર્ટ્સ માનું એક છે. ત્યારે રિવરફ્રન્ટ પર પણ ઘણીવાર પક્ષીઓના ઝૂંડ આવી ચઢતા હોય છે. તેવામાં બર્ડ હિટની ઘટનાને ટાળવા માટે અહીં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સી-પ્લેનના લેન્ડિંગ અને ટેક-ઓફ વખતે બર્ડ હિટ ના થાયતે માટે સાઉન્ડ ગન દ્વારા બોંબ ફુટે તેવા ધડાકા કરવામાંઆવે છે. જેનાથી પક્ષીઓ ડરીને ઉડી જાય છે, અને સી-પ્લેનનો રસ્તો સાફ થઈ જાય છે. તો હવે રિવરફ્રંટ પાસેતી તમે પસાર થતા હો અને અચાનક ધડાકો સંભળાય તો ટેન્શનમાં ના આવી જતા.

(9:56 pm IST)