Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સુરત : બે આશાસ્પદ યુવકોએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી

કોરોનાના કારણે આર્થિક ભીંસમાં હતા : સુરતમાં એક દિવસમાં આપઘાતનો ત્રીજો બનાવ, કિસ્સા જાણીને હદય દ્વવી ઉઠશે : બેરોજગારીએ ભરડો લીધો

સુરત, તા. ૧ : શહેરમાં કોરોના મહામારી વચ્ચે સતત કેટલાક લોકો બેકાર  થયા હતા જેને લઈને પોતાના પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનત આવા લોકો આપઘાત સુધીના પાગલ ભરતા હતા ત્યારે સુરતમાં આવા બે યુવાનોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી ને લઈને વેપાર ઉધોગ પડી ભાંગ્યા છે. તેવામાં કેટલાક લોકો બેકાર બનતા પોતાના પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતા આવા લોકો આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે.

ત્યારે સુરતનાં બે અલગ અલગ વિસ્તરમાં બે લોકોએ  આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પહેલા બનાવ માં ઉધનાના ગાંધી કુાટક  સોસાયટીમાં રહેતા સુનિલ પાટીલ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો જોકે, લોકડાઉન વચ્ચે તેની નોકરી છૂટી ગઈ હતી જેને લઈને પરિવારનું ગુજરાન ચાલવાનું ઉશ્કેલ પડતું હતું જેને લઈને સતત માનસિક તણાવ અનુભવતા આવેશમાં આવી જઈને ગતરોજ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જયારે બીજા બનાવ માં સુરતનાં અમરોલી વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઇડરીનાં કારખાનાનું કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રથમ સુરેશચન્દ્ર પાંડે કોરોના મહામારી વચ્ચે સતત બેકાર હતો. નોકરી શોધવા છતાંય નોકરી મળતી ન હોવાને લઇને છેલ્લા લાંબા સમયથી સતત માનસિક તણાવમાં રહેતો હતો. જોકે, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા આવેશમાં આવી જઈને પોતાના મકાનમાં દુપટ્ટા સાથે ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના પુણા વિત્તરમાં રહેતા અને સાડીનો વેપાર કરતા યુવાને પ્રેમ પ્રકરણમાં હતાશ થઈ જતા ઝેરી દવા પીને આપઘાતનો નો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાનના આ પગલાંને લઈને તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે આ યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત થતા પોલીસે આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(8:35 pm IST)