Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજ્યમાં કોરોના હાંફી ગયો : વધુ 1128 દર્દીઓ સાજા થયા : નવા 860 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1,73,804 થયો :કુલ 1,57,247 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3724 થયો

સુરતમાં 220 કેસ, અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 117 કેસ,રાજકોટમાં 82 કેસ,ગાંધીનગરમાં 31 કેસ,મહેસાણામાં 31 કેસ,સાબરકાંઠા અને જૂનાગઢમાં 22- 22 કેસ, જામનગરમાં 21 કેસ, ખેડામાં 14 કેસ,ભરૂચમા 12 કેસ: રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો જાય છે છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખમ્મા વધારો થાઈ છે આજે રાજ્યમાં  કોરોનાંથી વધુ 1128 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 860 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3724 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ છે, જ્યારે 1,57,247 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,777 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,73,804 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1,  સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
  રાજ્યમાં આજે કોરોનાના નવા 860 પોઝિટિવ કેસ નોંધાયા છે  જેમાં  ઔથી વધુ  સુરતમાં  220 કેસ, અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 117 કેસ,રાજકોટમાં 82 કેસ,ગાંધીનગરમાં 31 કેસ,મહેસાણામાં 31 કેસ,સાબરકાંઠા અને જૂનાગઢમાં 22- 22 કેસ, જામનગરમાં 21 કેસ, ખેડામાં 14 કેસ,ભરૂચમા 12 કેસ નોંધાયા છે 
રાજ્યમાં આજે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 51,084  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 61,04,931 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર  90,47 ટકા છે.

(8:08 pm IST)