Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કોરોનાએ અમદાવાદ મનપાની આર્થીક કમર તોડી : ટેક્ષની આવકમાં 169 કરોડનું ગાબડું

કરદાતાઓને આકર્ષવા માટે ડબલ ધમાકા ઓફર છતાં ટેક્સની આવકમાં જબરો ઘટાડો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ સરકારી ગ્રાન્ટ તથા પ્રજાના ટેક્સ પર ચાલે છે. પરંતુ કોરોના મહામારીના કારણે ટેક્ષની આવકમાં  જબરો  ઘટાડો નોંધાયો છે. તેની સામે જાવકમાં અધધ વધારો થયો છે. આ પરિસ્થિતિમાં સરકાર તરફથી પણ આ વખતે કોર્પોરેશનની એડવાન્સ ટેક્ષ ભરનારાને 10 ટકા રિફંડ ચૂકવવા ઉપરાંત સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું. જેમાં બિન રહેણાંકવાળી મિલ્કતના કરદાતાને 31 ઓગસ્ટ સુધીમાં 2020/21નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને 20 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી.

આમ કોર્પોરેશન તરફથી કરદાતાઓને આકર્ષવા માટે ડબલ ધમાકા ઓફર આપવામાં આવી હતી. છતાં નવાઇની વાત તો એ છે કે, ગત 2019ના ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનને જે ટેક્ષની આવક થઇ હતી. તેની સરખામણીએ આ વર્ષે કોર્પોરેશનને 169.75 કરોડની આવકમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ વર્ષે 30, 31 ઓક્ટોબર અને 1લી નવેમ્બરની જાહેર રજા હતી. જેથી 29 ઓક્ટોબર સુધી કોર્પોરેશનને ટેક્ષ પેટે થયેલી આવક જોઇએ તો કોર્પોરેશનને ટેક્ષની કુલ 712.76 કરોડ થઇ છે. તેમાંથી પ્રોપર્ટી ટેક્ષ પેટે 581.36 કરોડ, પ્રોફેશનલ ટેક્ષની 96.73 કરોડ અને વ્હીકલ ટેક્ષની 34.67 કરોડની આવક થઇ હતી. તેની સામે આ જ સમયગાળામાં 2019માં કોર્પોરેશનને 1340.02 કરોડની આવક થઇ હતી. તેમાંથી 1072.94 કરોડ, પ્રોફેશનલ ટેક્ષ 182.84 કરોડ અને વ્હીકલ ટેક્ષની 84.24 કરોડની આવક થઇ હતી.

આમ 2019ની સરખામણીએ તમામ પ્રકારના ટેક્ષની આવકમાં ઘટાડો નોંધાયો છે. દશેરાનો શુભ દિવસ હોવાથી મોટાભાગે લોકો નવા વાહનોની ખરીદી કરવા માટે પડાપડી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે નવા વાહનોની ખરીદીનો ટેક્ષ પેટે કોર્પોરેશનને લાભ પુરતા પ્રમાણમાં મળ્યો હોય તેમ જણાતું નથી. મતલબ કે નવા વાહનોના ટેક્ષ આવકે પણ કોર્પોરેશનની વ્હીકલ ટેક્ષની આવકમાં ગત વર્ષની સરખામણીમાં થયેલો ઘટાડો સરભર કરી શક્યું નથી.

ગત વર્ષની સરખામણીમાં કેટલા ટકા આવક થઇ

ટેક્ષનો પ્રકાર

29 ઓક્ટો 2019

   29 ઓક્ટોબર 2020 સુધીની આવક

   29 ઓક્ટોબર 2020 સુધીની આવક ( કરોડમાં )

પ્રોપર્ટી ટેક્ષ

1072.94

581.36

54 ટકા

પ્રોફેશનલ ટેક્ષ

182.84

96.73

 53 ટકા

વ્હીકલ ટેક્ષ

84.24

34.67

 41 ટકા

કુલ આવક

1340.02

712.76

 53 ટકા

ઝોન વાઇઝ પ્રોપર્ટી ટેક્ષની આવક

ઝોનનું નામ

29/10/19 સુધી

29/10/20 સુધી

  કેટલાં ટકા વધુ કે ઓછાં

મધ્ય ઝોન

110.1

92.32

-17.78

ઉત્તર ઝોન

40.47

45.52

5.06

દક્ષિણ ઝોન

39.97

44.7

4.73

પૂર્વ ઝોન

84.79

52.83

-31.96

પશ્ચિમ ઝોન

207.54

161.91

-45.63

ઉત્તર પશ્ચિમ

131.21

108.16

-23.05

સાઉથ પશ્ચિમ

104.39

75.92

-28.47

કુલ આવક 

718.47

581.36

-137.11

કયા મહિનામાં કેટલી આવક

મહિનો

 29/10/19ની સુધીની આવક

29/10/20 સુધીની આવક ( કરોડમાં )

એપ્રિલ

265.24

0.87

મે

161.68

2.25

જૂન

21.31

239.03

જુલાઇ

76.79

226.78

ઓગસ્ટ

79.28

71.79

સપ્ટેમ્બર

71.41

11.39

ઓક્ટોબર

42.87

29.25

કુલ આવક

718.58

581.36

(7:09 pm IST)