Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કથિત સ્ટિંગનો વિડીયો બનાવટી હોવાનો સોમાભાઈ પટેલનો દાવો

સોમાભાઈએ કહ્યું આ વિડીયોમાં હું છું જ નહી. આ વિડીયોના જવાબ હું મારા વકીલ દ્વારા આપીશ.

અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા વિડિઓ મામલે સોમાભાઈ પટેલે તેમની સામેનો કથિત સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બનાવટી હોવાનો દાવો કર્યો છે. સોમાભાઈ પટેલનું કહેવું છે કે આ વિડીયોમાં હું છું જ નહી. આ વિડીયોના જવાબ હું મારા વકીલ દ્વારા આપીશ.

 આ વિડીયો અંગે સોમા પટેલે સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રમુખ સી આર પાટિલે જણાવ્યું હતું કે પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખોટા કાવાદાવા કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વીડિયોમાં જેમના નામ છે, તેમના વિરુદ્ધ તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસે મની લૉન્ડ્રિંગને કેસ દાખલ કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. 

(6:19 pm IST)