Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

હાર ભળી ગયેલી કોંગ્રેસ કાવાદાવાને બદલે આત્મમંથન કરે : ખોટા વિડિઓ રજૂ કરી જુઠ્ઠાણાં ફેલાવે છે : જનતા જવાબ આપશે : સી. આર. પાટીલનો ધ્રુજારો

સોમાભાઈ પટેલના કથિત વિડિઓ સ્ટિંગનો ભાજપ પ્રદેશ પ્રમુખનો આકરો જવાબ : કોંગ્રેસે માફી મંગાવી જોર : ક્યાંય સોમભાઈનો ચહેરો દેખાતો નથી: સોમાભાઈએ જ્યારે રાજીનામું આપ્યું, ત્યારે હું ક્યાંય પણ પ્રદેશની ટીમમાં નહતો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારના આખરી દિવસે એક સ્ટીંગ વીડિયો સામે આવ્યા બાદ સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. આ વીડિયોમાં લીંબડી બેઠક પરથી રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્ય સોમા ભાઈ પટેલ  અને ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર વચ્ચે ડીલ અંગે વાતચીત થઈ રહી છે. CR Paatil

સોમાભાઈ  પટેલના સ્ટીંગ વીડિયોમાં તેઓ ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર સાથે વાતચીત કરી રહ્યાં છે. જેમાં તેઓ CM રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નામ લઈને રૂપિયાની લેવડ-દેવડનો ઉલ્લેખ કરી રહ્યાં છે.

આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર પૈસા અને પદની લાલચ આપીને ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં, તેમણે આ મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરીને ભાજપના નેતાઓ વિરુદ્ધ તટસ્થ તપાસની માંગ કરી હતી.

કોંગ્રેસના આરોપો પર જવાબ આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે  સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટીંગ વીડિયોમાં ક્યાંય સોમાભાઈનો ચહેરો નથી દેખાતો. આ વીડિયોમાં ક્યાંય નવા પ્રદેશ અધ્યક્ષનો ઉલ્લેખ નથી કરી રહ્યો. માત્ર મિત્ર તરીકે મારા નામનો ઉલ્લેખ કરાયો છે.

સોમા પટેલે) 15 માર્ચે રાજીનામું આપ્યું હતું. જે બાદ હું રાજ્યની ટીમમાં આવ્યો હતો. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તમામ બેઠકો ભાજપ જીતશે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી સમયે પણ પુલવામા હુમલા અંગે ખોટા આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસના આરોપ પર પલટવાર કરતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે,સોમાભાઈએ 15 માર્ચના દિવસે રાજીનામું આપ્યુ હતું. જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિયુક્તિ 20 જુલાઈએ થઇ હતી. આથી સોમાભાઈએ જ્યારે રાજીનામું આપ્યું, ત્યારે હું ક્યાંય પણ પ્રદેશની ટીમમાં નહતો.

તેમણે વધુમાં જણાવ્યું કે પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે કાવાદાવા કરી રહી છે, જૂઠ્ઠાણાઓ ફેલાવી રહી છે, ખોટા વીડિયો રજૂ કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી બહાર છે. આથી એમણે જુઠ્ઠાણાઓ ફેલાવવાના બદલે આત્મમંથન કરવું જોઈએ.

સીઆર પાટીલે ઉમેર્યું કે,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. ખોટી હકિકત રજૂ કરીને કોંગ્રેસે જે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે એનો જવાબ ગુજરાતના સૌ મતદાર ભાઈ-બહેનો એમને આપશે.

(2:35 pm IST)