Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કેશુબાપા તો ઘેઘુર વડલો હતા. તેના છાયામાં લાખો લોકો આનંદ કરતા : શા.માધવપ્રિયદાસજી સ્વામી : મેમનગર ગુરુકુલ અને છારોડી ગુરુકુલની જમીન સંપાદનમાં કેશુબાપાનો સિંહ ફાળો રહેલ છે. : તે અમારાથી ક્યારેય ભૂલાશે નહીં : પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

સદગુરુ સંતોની ઉપસ્થિતિમાં ઓન લાઇન મેમનગર ગુરુકુલમાં સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલની શ્રદ્ધાંજલિ સભા

અમદાવાદ તા. ભાજપના ભીષ્મ પિતામહ, ખેડૂતોના મસીહા, સૌરાષ્ટ્રના કદાવર નેતા, ગોકુલ ગ્રામના પ્રણેતા, એવા ગુજરાતના માજીમુખ્ય મંત્રી શ્રી કેશુભાઇ પટેલ (કેશુબાપા) ૯૨ વર્ષની વયે સ્વર્ગસ્થ થતા એેમની શ્રદ્ધાંજલિ સભા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી  અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓન લાઇન  યોજાઇ હતી. કેશુબાપાના માનમાં ગુરુકુલમાં નિયમિત રીતે યોજાતો શરદપૂર્ણિમા ઉત્સવ બંધ રાખવામા આવ્યો હતો.

 જેમાં ભીખુદાનભાઈ ગઢવી, ગુણવંતભાઇ સોજીત્રા તેમજ ડો.મયુરભાઇ પટેલ વગેરે કેશુબાપાના કુટુંબીજનો અને અન્ય ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કેશુબાપાએ સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જેજે કામો જેવા કે, કુંબરબાઇનું મામેરુ, જળસંચય અભિયાન, નર્મદા યોજના, કલ્પસર યોજના વગેરે કામોનું વર્ણન કર્યું હતું અને મેમનગર ગુરુકુલ અને છારોડીની જમીન સંપાદનમાં કેશુભાઇએ જે જે મદદ કરેલ તેના પ્રસંગોનું વર્ણન કર્યુ હતું.

  અા પ્રસંગે ભીખુદાનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલના રોમે રોમમાં રાષ્ટ્રભક્તિ નીતરતી હતી. કેશુભાઇને ગમતા પ્રસંગોનું પણ ભીખુદાનભાઇ ગઢવીએ આબેહુબ વર્ણન કર્યું હતું.

  પ્રસંગે શા્સ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે કેશુબાપા તો ઘેઘુર વડલો હતા. તેના છાયામાં લાખો લોકો આનંદ કરતા હતા. તેઓ ગમે તેવા સમયમાં ડગતા નહી, તેમનું મનોબળ મજબૂત હતું. ધરતીની તરસ છીપાવવા એમણે જળ સંચય માટે ૬૦+૪૦ ની સ્કીમ મૂકી હતી, જેને લીધે અમને જળમંદિરો બનાવવામાં ઘણીજ અનુકુળતા રહી હતી. સમયે ગુરુકુલ દ્વારા આશરે નાના મોટા એક હજાર ચેક ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા નાઘેર-ઉના વિસ્તારમાં અમે ડેમોની મુલાકાત લીધી હતી. જળ મંદિરને છલકતા જોઇને અંતરમાં ટાઠક વળી હતી. ત્યારે કેશુબાપા ખૂબજ યાદ આવ્યા હતા.

રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુજરાતમા પ્રાચીન ગુરુકુલ પદ્ધત્તિનો પુનરુધ્ધાર કર્યો હતો. સ્વામી કોઠા સૂઝવાળા હતા. કેશુબાપા પણ કોઠા સૂઝવાળા હતા. પરિણામે બન્ને વચ્ચે અત્યંત પ્રેમ અને લાગણી હતી. સ્વામીના કાર્યને જોઇને તેણે મેમનગર અને એસજીવીપી ગુરુકુલને જમીન આપવામાં ખૂબ સારો સહકાર આપેલો

(1:59 pm IST)