Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ભાજપ ઉપર કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો કોંગ્રેસનો આક્ષેપ કોંગ્રસે વાતચીતનો વિડીયો વાયરલ કરતા રાજકીય ગરમાવો

રાજકોટ : ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં વિડીયો વાયરલ થતા ભારે ચકચાર : કોંગ્રેસ સ્ટીંગ ઓપરેશાનનો વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો

કોંગ્રેસ દ્વારા આજે ભાજપ ઉપર કોંગ્રેસના ધારાસભ્યો તોડવા અંગે આક્ષેપ કરતો વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સોમાભાઇ ગાંડા સાથે ડીલ પ્રશ્ને વાતચીત થતી હોવાનું વિડીયોમાં સંભળાય છે. વાતચીતમાં ભાજપ તરફથી ઉમેદવારોને પૈસા અપાશે. તેવી વાતો બહાર આવી છે.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાજપના ખાતે પેટા ચૂંટણી આવી છે.

વિડીયો બાદ કોંગ્રેસના અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ બોલાવી વાતને સમર્થન આપ્યું હતું.

અમિત ચાવડાએ વિડીયો અંગે તપાસ કરવાની પણ માંગણી કરી છે.

(1:45 pm IST)