Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

પોલીસે નાની બહેનના પ્રેમીએ અપહરણ કરાયેલ બાળકોને ગણતરીની કલાકોમાં મુક્ત કરાવ્યા

બંને બાળકોની મુક્તિના બદલામાં તેની બહેનને શોધીને લઈ આવવાની વાત કરી હતી

સુરતઃ પોલીસે બે માસૂમ બાળકોને અપહરણના ગણતરીના કલાકોમાં પકડી પાડી  તેમનો) જીવ બચાવ્યો છે. આ બે માસૂમ બાળકોનું અપહરણ નાની બહેનના પ્રેમીએ કર્યુ હતુ. તેણે બંને બાળકોની મુક્તિના બદલામાં તેની બહેનને શોધીને લઈ આવવાની વાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં અપહરણકારને પકડી પાડ્યો હતો અને બંને બાળકોને મુક્ત કરાવ્યા હતા.

 આ અંગેની વિગત મુજબ સુરતના ચોર્યાસી તાલકાના મોરાગામમાં બેન્ક ઓફ બરોડાની સામે સોનુભાઈના મકાનમાં રહેતા સુધાબહેન સુશીલ ઇન્દ્રબહાદુર તમાંગ લાર્સન એન્ડ ટુબ્રોમાં મજૂરી કરી છે. તેમનો પતિ સુશીલ એસ્સાર કંપનીની કેન્ટિનમાં નોકરી કરે છે. બંને પતિ-પત્ની સવારે આઠ વાગે સાત વર્ષના સંતાન શિવાંગ અને પાંચ વર્ષની સુહાની માટે નાસ્તુ અને જમવાનું બનાવી કામ પર નીકળી જાય છે. સંતાનો આખો દિવસ રુમમાં રહે છે. તેઓ દર વખતની જેમ ગઈકાલે સવારે પણ કામ પર નીકળી ગયા હતા. સાંજે છ વાગ્યે સુધાબહેન આવ્યા ત્યારે રૂમ ખુલ્લો હતો. બંને છોકરાઓ રૂમમાં ન હતા, આજુબાજુમાં પૂછપરછ કરતાં કોઈને ખબર ન હતી.

સુધાબહેને ત્યાં રોજ શાકભાજી વેચવા આવતી મહિલાને પૂછ્યું કે મારા છોકરાઓ જોયા છે. મહિલાએ બંને છોકરા કોઈ માણસ સાથે જતાં હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે તમારા છોકરાને મેં પૂછેલ કે આ કોણ છે તો છોકરાઓએ કહ્યું કે અમારા અંકલ છે. સુધાબેને આ અંગે તેના પતિ સુશીલને જાણ કરતાં તેઓ કામ પરથી આવી ગયા હતા અને મોરા ગામમાં શોધખોળ કરી હતી પરંતુ છોકરાઓની કોઈ ભાળ મળી ન હતી. તે દરમિયાન રાત્રિના સાડા આઠ વાગે સુધાબહેનના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારે તેનું નામ ગોપાલ હોવાનું કહ્યુ હતુ. ગોપાલ સુધાની બહેન સીમાનો પ્રેમી છે. તેણે કહ્યું હતું કે બંને છોકરા મારી પાસે છે, તારી બહેન સીમાને મારી પાસે લઈ આવ અને તારા બંને છોકરાને લઈ જાય.

સુધાબહેને કહ્યું કે સીમા સાથે તારે શું થયું છે તો ગોપાલે કહ્યું કે તારી બહેન સીમા મારી પાસે આવતી નથી, ક્યાંક જતી રહી છે મને ખબર નથી. તેની સાથે તું વાતચીત કરે છે તો તારી બેન સીમાને મારી પાસે લઈ આવ. એટલે જ તારા છોકરાઓને આજે સવારે મેં અપહરણ કર્યા છે તે આપી દઇશ. સુધાબહેન બોલ્યા કે હું સીમા સાથે વાત કરુ છુ. તેમણે છોકરાઓ સાથે વાત કરાવવા કાલાવાલા કરતા શિવાંગ સાથે વાત કરાવી હતી.

શિંવાગે જણાવ્યું હતું કે મમ્મી અંકલે અમોને અહીં રૂમમાં રાખ્યા છે, આટલું બોલતાની સાથે ગોપાલે ફોન પરત ખેંચી ધમકી આપી કે તું પોલીસ કે બીજા પાસે જશે અને સીમાને મારી પાસે નહીં લાવશે તો હું તારા છોકરાઓને મારી નાખીશ. આમ છોકરાઓને છોડાવવા માટે તેની બહેન સીમાને શોધીને તેની પાસે લઈ જવા ફોન કાપી નાખ્યો હતો. આ અંગે સુધાબહેન ફરિયાદ લઈ પોલીસ પાસે અપહરણન ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ એસ જે પંડ્યાએ બનાવની ગંભારતા લઈ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી અપહરણકાર ગોપાલીને ગણતરીના કલાકોમાં પકડ્યો હતો. આમ અપહરણકાર ગોપાલને ગણતરીના કલાકોમાં પકડીને પોલીસે બંને માસૂમ બાળકોને તેના કબ્જામાંથી છોડાવી તેની માતા સુધી બહેનને તેનો કબ્જો સોંપ્યો હતો.

પોલીસ અનુસાર, સુધાબેન અને સીમાબેન મૂળ મધ્યપ્રદેશના વતની છે, સુધાબેનના લગન્ 2009માં તેના વતનમાં રહેતા મનિષ રાજુ દોહાર સાથે થયા હતા અને તેના થકી બે સંતાન થયા હતા તેમના નામ શિવાંગ અને સુહાગી રાખ્યા  હતા. દરમિયાન મનિષનું પાંચેક વર્ષ પહેલા અવસાન થતા સુધાબેન સંતાન સાથે મધ્યપ્રદેશ જબલપુર ખાતે તેની માતા શકુનબા શીવકરમ કેવટના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.

સુધાબેનની નાનીબહેન સીમાબેનના લગન્ પણ તેના દિયર મનોજ દોહાર સાથે થયા હતા, તેનું પણ ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ સીમાબેન તેના સંતાનો સાથે બે વર્ષ પહેલા સુરત હજીરા ખાતે મજુરી કામ કરવા આવી ગઈ હતી ત્યારબાદ સુધાબેન પણ સંતાનોને લઈને હજીરા આવી અને તેની બહેન સીમા સાથે રહી ઍસ્સાર કંપનીના કેન્ટીનમાં મજૂરીકામ ઉપર જતી હતી. તે વખતે કેન્ટીનમાં કામ કરતા નેપાળી સુશીલ ઈન્દ્રબહાદુર તમાંગ સાથે પ્રેમસંબંધ થયો હતો અને એક વર્ષ પહેલા હજીરામાં આવેલ માતાજીના મંદિરે લગન્ કર્યા હતા અને ત્યારબાદ બંને જણા સંતાનો સાથે મોરાગામ ખાતે રહેવા માટે આવ્યા હતા.

(10:44 am IST)