Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નવલા નોરતામાં પાવાગઢ મહાકાળી માતાજી મંદિરનો મનમોહક નજારોઃ ડુંગરની રોશનીનો એક કિ.મી. સુધી ઝગમગાટ

દરરોજ માતાજીના દર્શને મોટી સંખ્‍યામાં આવતા ભક્‍તજનો

પંચમહાલઃ નવરાત્રી પર્વ પર પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે અદ્‌ભુત લાઇટ ડેકોરેશન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યુ છે. મનમોહક સુશોભનથી ડુંગરના મંદિર પરિસરનો નજારો અનન્‍ય છે. ખેલૈયાઓ માતાજીના ગરબા રમ્‍યા હતા. રાત્રી દરમિયાન ડ્રોનથી પાવાગઢના દ્રશ્‍યો રોશની સાથે ભવ્‍ય લાગે છે. દુરથી આ દ્રશ્‍યો દેખાય છે.

નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે અદ્ભૂત લાઇટિંગ કરાયું છે. આ વર્ષે મા ભક્તોને નવા પાવાગઢના દર્શન થઈ રહ્યાં છે. નવા નીજ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન મહાકાળી માતાના નિજ મંદિરનો નજારો મનમોહક બની રહ્યાં છે. સાથે જ ભક્તોએ માતાના પ્રાંગણમાં ગરબા પણ કર્યાં. ત્યારે રાત્રી દરમિયાન ડ્રોનની નજરે કંડારાયેલ પાવાગઢની રોશની ભવ્ય નજારો જોવા મળ્યો છે. ડુંગર પર કરવામાં આવેલ રોશની અનેક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.

(5:15 pm IST)