Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરાના સોમા તળાવ નજીક અવારનવાર ઝઘડો કરી ત્રાસ ગુજારતા સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન વર્ષ 2014 દરમિયાન સમાજના રીતે રિવાજ મુજબ વિપિનભાઈ નગીનભાઈ વણકર (રહે-પ્રણામી ફળિયા, વાઘોડિયા ગામ )સાથે થયા હતા. લગ્નના થોડાક દિવસો બાદ ઘરકામ ,દહેજ તથા સંતાન બાબતે સાસરિયાઓ તરફથી મને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. સસરા વારંવાર શરીર પર માત્ર એક રૂમાલ વીંટાળીને મારી સામે ફર્યા કરતા હતા. અને જમવા બાબતે જમવાની થાળી અમારી પર છુટ્ટી ફેકી ગાળો બોલતા હતા. સાસુ સસરાને સમજાના બદલે મારો વાંક કાઢી ગાળો બોલતી હતી. સંયુક્ત કુટુંબના પગલે આઠ વ્યક્તિઓ વચ્ચે ઘણી વખત જમવાનું ન બચે તો ભૂખ્યા પેટે સૂવાનો વખત આવતો હતો. બે પાકા મકાન હોવા છતાં અમને કાચા મકાનમાં રહેવા મોકલતા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના પાણી ટપકતા પતરા પણ રિપેર કરાવતા ન હતા. મને સંતાન ન થતા હોવાથી સાસરીયાઓ મેળા ટોણા મારતા હતા. પતિ પરસ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હોય સાસુને આ અંગે જાણ કરતા પતિને સમજાના બદલે મને જણાવ્યું હતું કે, બીજી દશને લઈને ફરશે તને ના ફાવતું હોય તો છૂટાછેડા આપી દે. જાતિ વિરુદ્ધના ઉચ્ચારણ કરી મને પિયર માંથી દહેજ પેટે નાણાં લાવવા દબાણ કરતા હતા. એપ્રિલ મહિના દરમિયાન જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતા મને કાઢી મૂકી છે ત્યારથી ઓશિયાળુ જીવન ગુજારું છું.

(4:58 pm IST)