Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નર્મદા જિલ્લામાં શિક્ષિકાનાં GPFમાથી રૂપિયા ઉપાડવા બાબતે

લાંચ લેનાર શિક્ષણાધિકારી કચેરીનાં કર્મીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા 2015 નાં વર્ષમાં ફરિયાદ આપનારે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાની પત્ની શિક્ષિકા હોય તેમના જી.પી.એફ એકાઉન્ટમાંથી રૂા .૪ લાખની માંગણી કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશભાઇ મનહરભાઇ ભટ્રને ફોર્મ ભરી આપેલ અને સુરેશભાઈ એ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે ફરીયાદી પાસે રૂા .૫,૦૦૦ની લાંચની માંગણી કરેલ જેથી તે દિવસે ફરીયાદીએ ના છુટકે રૂા .૨૦૦૦ તેમને આપેલ અને બાકીના રૂપીયા ચેક મળ્યાથી આપવા માટે જણાવેલ હતુ આ કેશ રાજપીપલાનાની સેસન્સ કોટ જજ એ.આર. પટેલની કોર્ટમાં ચાલી જતા અદાલતે સુરેશભાઈ ભટ્ટને કસુરવાર ઠેરવી ૩ વર્ષની સખત કેદ તથા રૂા .૧૦,૦૦૦ દંડની સજા ફટકારતા પંથકમાં ચકચાર જાગી છે

જેમાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓએ કેસની વિગત આપતા જણાવ્યુ કે ફરિયાદ કરનાર સતીષભાઇ રામજીભાઈ વસાવા( રહે . ડેડીયાપાડા)નાઓ ફરીયાદ મુજબ તેમણે પોતાના મકાનમાં રીપેરીંગ કામ અર્થે પોતાના તથા પોતાની પત્ની ( શિક્ષિકા ) ના જી.પી.એફ એકાઉન્ટમાંથી રૂા .૪ લાખની માંગણી કરવા બાબતેનુ ફોર્મ ભરી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સુરેશ ભટ્ટ ને આપેલ ત્યારબાદ સુરેશભાઈ એ જી.પી.એફ ના નાણાં મંજૂર કરાવવા માટે સતિષભાઇ પાસે રૂા .૫,૦૦૦ ની માંગણી કરેલ જેથી તે દિવસે ફરીયાદીએ ના છુટકે રૂા .૨૦૦૦ તેઓને આપેલ અને બાકીના રૂપીયા ચેક મળ્યાથી આપવા માટે જણાવેલ તે પછી તા .૧૧ / ૧૨ / ૨૦૧૫ના રોજ ફરીયાદીએ પોતાના જી.પી.એફ ના ચેક માટે સુરેશભાઈ ને મોબાઇલ ફોનથી વાત કરતા તેમણે જણાવેલ કે તમારો જી.પી. એફનો ચેક તૈયાર છે .અને બાકીના રૂા .૩,૦૦૦ તમારે મને આપવા પડશે તેમ જણાવેલ , આમ કુલ રૂા .૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલી અને આ વાતચીતનુ ફરીયાદીએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરેલ ત્યારબાદ તા .૧૨ / ૧૧ / ૨૦૧૫ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી , રાજપીપલા ખાતે લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન સુરેશ ભટ્ટ રૂા .૩,૦૦૦ માંગણી કરી હોય જે સ્વીકારી ટેબલના ડ્રોઅરમાં મુકી દઇ લાંચ સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યો હોય કોર્ટે સુરેશભાઈ ભટ્ટ ને ૩ વર્ષની સજા અને રૂા .૧૦,૦૦૦  નો દંડ નો હુકમ કરતા જિલ્લાના લાંચ લેનારામાં ફફડાટ ફેલાયો છે.

(11:32 pm IST)