Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજપીપળા પો.સ્ટે.પ્રોહીબીશનના ગુનામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસર કારક અને પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનના  પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ).ઇ),૯૮(ર) મુજબના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી અજયભાઈ પ્રમોદ ભાઈ પટેલ (૨હે.બોરીદ્રા મંદીર ફળીયુ તા.માંગરોલ જી.સુરત) ની માહીતી પેરોલ-ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખાના પો.સ.ઈ. ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે મળી આરોપીને નિવાસસ્થાને વોચ રાખી તપાસ કરી મળી આવતા ઝડપી પાડી આ ગુનાના કામે રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Attachments area

(12:37 am IST)