Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બાયડના વાસણા મોટા પ્રાથમિક શાળામાં છ વર્ષથી નોનયુઝ જાહેર કરાયેલા રૂમો નવા બનાવવા માંગણી

હજુ સુધી નવા ઓરડા મંજુર નહિ કરાતા ગ્રામજનોમાં નારાજગી

બાયડ તાલુકામાં ઘણી શાળાઓમાં ઓરડા જર્જરીત હાલતમાં હોવા છતાં વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્ર કોઈ જ તસ્દી લેતું નથી. બાયડ તાલુકાના વાસણામોટા પ્રાથમિક શાળામાં છ વર્ષ પહેલાં નોનયુઝ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી નવા ઓરડા મંજૂર કરવામાં ના આવતાં ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ છે..

  બાયડ તાલુકાના બોરોલ તાલુકા પંચાયતના સદસ્ય મિત્તલબેન કેતનભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ રજુઆત ધ્યાને ના લેતાં તેઓએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. વાસણામોટા પ્રાથમિક શાળામાં 213 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સ્કુલ ચાલુ થાય તો વિધ્ધાર્થીઓને બેસવા માટેની સમસ્યા ઉભી થાય તેમ છે. આ બાબતે ઝડપી નિવેડો લાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

(8:55 pm IST)