Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મહિલાના સ્વાંગમાં બાળકોની ઉઠાંતરી કરનાર યુવકને રહીશોએ વોચ ગોઠવી ઝડપી મેથીપાક ચખાડ્યો

વડોદરા:શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના દર્શન એવન્યૂ અને રોશન નગરમાં છેલ્લા કેટલાક દિવસથી મહિલા દ્વારા બાળકોની ઉઠાંતરી થઈ રહી હોવાની માહિતીના આધારે સ્થાનિક રહીશોએ વોચ ગોઠવી એક મહિલાને ઝડપી પાડી ત્યારે કે જે એક યુવક હોવાનું જણાતા લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો જેથી આ વિસ્તારમાં હોબાળો સર્જાયો હતો.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં કેટલીક મહિલાઓ આ વિસ્તારમાં ફરી રહી છે અને બાળકોને પટાવી ફોસલાવીને ઉઠાવી જાય છે તેવો ડર લોકોમાં રહ્યો હતો જેથી સ્થાનિક રહીશોએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન આજે બપોરે એક મહિલા આ વિસ્તારમાં પહોંચી હતી જેને લોકોએ પકડી પાડતાં પુરૂષ નીકળ્યો હતો. જેથી સ્થાનિક રહીશોને લાગ્યું હતું કે, મહિલાનો વેશ પહેરીને આ પુરૂષ બાળકની ઉઠાંતરી કરવા આવ્યો છે જેથી તેને પકડી પાડીને મેથીપાક આપ્યો હતો અને પોલીસને બોલાવી લીધી હતી. જેથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

(5:52 pm IST)