Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પેટાચૂંટણીમાં સ્થાનિક કક્ષાએ જેમનું પ્રભુત્વ હશે તેમને જ ટિકિટ મળશે: અમિત ચાવડા

સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને નામ તૈયાર કરાયા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસથી કોંગ્રેસ દ્વારા કવાયત ચાલતી હતી, ત્યારે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને નામ તૈયાર કરાયા છે. સ્થાનિક કક્ષાએ જેમનું પ્રભુત્વ હશે તેમને જ ટિકિટ મળશે. ઉમેદવારો સ્થાનિક લોકોએ જ નક્કી કર્યા છે.

(12:54 pm IST)