Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વડોદરા :વિવિધ વિસ્તારોમાંથી ગોંધી રખાયેલા 21 પોપટ અને 6 કાચબોને મુકત કરાવાયા

16 ઘરના વ્યક્તિઓ વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો

વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારમાંથી શહેર વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ડિવિઝન તથા GSPCA સંસ્થા દ્વારા ગોંધી રાખવામાં આવેલા કુલ 21 પોપટ અને 6 કાચબાને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ગોરવા, છાણી, આજવા રોડ અને વાઘોડિયા રોડ પર આવેલા 12 ઘરમાંથી 10 સુડા પોપટ, 5 પહાડી પોપટ અને 6 કાચબામાંથી 5 સ્ટાર કાચબા અને એક પાણીના કાચબાને મુક્ત કરાયા છે. જ્યારે ફતેગંજ, બાજવાડ અને દાંડીયા બજારના 4 ઘરમાં પાંજરે પૂરેલા 6 પોપટને મુક્ત કરાયા છે. આ 16 ઘરના વ્યક્તિઓ વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:28 pm IST)