Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગોએ માથુ ઉચક્યું : ચિકનગુનિયાના કેસોની સંખ્યામાં વધારો

વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો

મદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વચ્ચે હવે અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ગુજરાતમાં વર્ષ દર વર્ષ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીકનગુનિયાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આવા સમયે ડોક્ટરની સલાહ મુજબ તકેદારી રાખવી જરૂરી છે.

અમદાવાદ શહેરમાં મચ્છર તેમજ પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની જેમ જ ચિકનગુનિયાના કેસો પણ વધ્યા છે. ગુજરાતના છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014માં ચિકનગુનિયાના માત્ર 574 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત 10601 કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો હતો.

વર્ષ 2017 થી લઈને 2020 સુધીના આંકડાઓ ચિકનગુનિયાના કેસો વધ્યા હોવા અંગેની ખરાઇ કરી આપે છે, ત્યારે લોકોએ પણ ચિકનગુનિયાથી બચવા માટે મચ્છરોનો ઉપદ્રવ ના વધે તેનું પણ ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.

(9:43 pm IST)