Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એક વેપારીને ૫૦ લાખથી વધુના વેચાણ પર ૦.૦૭૫ ટકા TCS

કરચોરી અટકાવવા સરકાર નવો નિયમ લાવી : ફોરેન એક્સચેન્જ ખરીદનારે પાંચ ટકા ટીસીએસ ભરવો પડશે, નિયમ લાગુ થતા સામાન્ય કરદાતાની મુશ્કેલી વધશે

અમદાવાદ, તા. ૩૦ : ૫૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો ૧લી ઓક્ટોબરથી ૦.૦૭૫ ટકા લેખે ટીસીએસ ભરવો પડશે. સાત લાખથી વધુનું ફોરેન એકચેન્જ ખરીદનારને પાંચ ટકા ટીસીએસ ભરવો પડશે. પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા ટીડીએસના કાયદાથી પ્રભાવિત થશે કેમકે તેમને બાળકો માટે ફોરેન એક્સચેન્જ ખરીદવું પડતું હોય છે.સરકાર દ્વારા કર ચોરી અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જોકે તેને કારણે કરદાતાઓની મુશ્કેલીઓ વધશે.

              ટીસીએસના અમલ અને તેની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપતા ટેક્સ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે આવકવેરાના ૨૦૨૦ના રજૂ કરાયેલા નાણાં બિલમાં ટેક્સનુ કલેક્શન વધારવા માટે તેમજ અતિશય થતી કરચોરી અટકાવવા માટે આવકવેરાની કલમ ૨૦૬ષ્ઠ માં કેટલાક સુધારા દાખલ કરવામાં આવેલ છે આ સુધારાઓ અનુસાર કોઈ વેપારી જ્યારે બીજા વેપારીને વેચાણ કરે છે અને જ્યારે આ વેચાણનું પેમેન્ટ સ્વીકારે છે.આવા વેપારીને પહેલી ઓક્ટોબર પછી વેચાણનો સરવાળો જ્યારે ૫૦ લાખ કે તેથી વધારે થશે ત્યારે આવા વધારાના દરેક વેચાણ ઉપર તેણે ૦.૦૭૫ ટકા લેખે વધારાના રકમ માલ લેનાર પાસેથી વેચાણ કિંમત ઉપરાંત ઉઘરાવવાનો રહેશે . જેને ટીસીએસ સ્વરૂપે આવકવેરામાં જમા કરાવવાનો રહેશે

તદુપરાંત આવા વેપારી પાસેથી પાન કે આધાર નંબર પણ મેળવવાનું રહેશે જો ખરીદનાર વેપારી પાસે પાન કે આધાર નંબર નહીં હોય તો ટીસીએસ  એક ટકા લેખે ભરવો પડશે આ સુધારા જોકે ૫૦ લાખ ની મર્યાદા ની ગણતરી અગાઉના દિવસથી ગણવાની રહેશે એટલે કે ૧લી એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કોઈ એક વેપારીને ૪૦ લાખનું પેમેન્ટ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે અને ત્યારબાદ ઓક્ટોબર માસમાં બીજા વીસ લાખનું પેમેન્ટ સ્વીકારે તો તેને  ૬૦ લાખ ઉપર ૦.૦૭૫ ટકા લેખે ૪૫૦૦ રૂપિયા કિસ્સામાં પાન કે આધાર રજૂ નહીં કરનાર વેપારી આવા કેસમાં રૂપિયા ૪૫ હજાર રૂપિયા ટીસીએસ ના ભરવા પડશે મોટાભાગના વેપારીઓ ખાસ કરીને હોલસેલના બિઝનેસ કરતા વેપારીઓ અને એમાય બુલિયનના વ્યાપારીઓએ સોફ્ટવેર માં સુધારા કરવા પડશે ૫૦ લાખ કરતા વધુ પેમેન્ટ આવ્યું છે કે નહીં તેના માટે વેપારીઓ પોતાના સોફ્ટવેરમાં પણ સુધારો કરવો પડશે કારણ કે જો ટીસીએસ વસુલ કરીને જમા નહીં કરવામાં આવે તો ઇક્નમટેકસ વિભાગ દ્વારા ૧લી ઓકટોબરથી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે . આ માટે ૫૦ લાખ ઉપર નું પેમેન્ટ માટે સતત ઇન્વોઇસ કે બીલ ચેક કરવાના બદલે વેપારીઓએ પોતાના સોફ્ટવેરમાં તેની ગણતરી થાય તે પ્રમાણેની વ્યવસ્થા આગામી દિવસોમાં ઉભી કરવાની રહેશે. વિદેશ રહેતા અને ભણવા જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ આ મુદ્દો ખૂબ જ ચિંતાનો વિષય બની રહેશે કેમ કે હવેથી પહેલી ઓક્ટોબરથી ફોરેન રેમીટન્સની કિંમત જો સાત લાખથી વધુ થશે તો ફોરેન એક્સચેન્જ આપતી કંપનીઓએ ફોરેન કરન્સી ખરીદનાર પાસેથી પાંચ ટકા વધુ વસૂલશે બેક્નિંગ ચેનલથી મોકલવા માગતા હશે તો પણ  ગ્રાહક પાસેથી પાંચ ટકા ટીસીએસ વસૂલાશે એટલે કે હવે જો કોઈ વાલીએ પોતાના ફોરેન ભણવા જતા બાળકને ૧૦ લાખનું રેમિટન્સ મોકલવા માટે રૂ ૫૦૦૦૦ ટીસીએસ ભરવો પડશે જો કે માલ ખરીદી કે ફોરેન એક્સચેન્જ ખરીદવું બંનેમાંથી એક પણ ટ્રાન્જેક્શન આવકવેરાને પાત્ર આવક નથી છતાં આવા ટીસીએસ વસૂલ કરવામાં આવી રહ્યા છે. ટીસીએસ ચૂકવનાર ઇક્નમટેક્સ રિટર્ન માં તેની વિગતો રજૂ કરીને રિફંડ મેળવી શકશે.

(9:28 pm IST)