Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાત્રે અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ

ઘુમા, પકવાન, થલતેજ, સેટેલાઇટ, વેજલપુર, પાલડી, બોડકદેવ, બોપલ, બોડકદેવ, એસ.જી હાઈવે, ઈસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ સોલા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઘુમા, પકવાન, થલતેજ, સેટેલાઇટ, વેજલપુર, પાલડી, બોડકદેવ, બોપલ, બોડકદેવ, એસ.જી હાઈવે, ઈસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય શહેરના સોલા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. 

(12:45 am IST)