Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વડોદરાની કાશીબા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીએ ઊંઘનું ઇન્જેક્શન લઇ આપઘાત કરતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરનીકાશીબા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ જાતે ઉંઘનું ઇન્જેક્શન લઇ લેતા તેનું મોત નિપજ્યું છે.વારસિયા પોલીસને ઘટનાસ્થળેથી દવા ભરેલું ઇન્જેક્શન તથા ઘેનની દવાની અડધી બોટલ પણ મળી આવી છે.જોકે,આપઘાતનું કારણ હજી જાણી શકાયુ નથી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,હરણી વારસિયા રીંગરોડ પર સવાદ ક્વાટર્સમાં રહેતી ફાલ્ગુની રતનભાઇ રાજપૂત (ઉ.વ.૨૫ ) કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટમાં છેલ્લા પાંચ વર્ષથી નર્સ તરીકે નોકરી કરે છે.રવિવારની  રાતે તે મકાનના ઉપરના માળે સુઇ ગઇ  હતી.અને તેના માતા પિતા નીચે સુઇ ગયા હતા.મધરાતે ધોધમાર વરસાદ વરસતા ફાલ્ગુનીના માતા પિતા ઉપરના માળે પાણી ભરાય છે કે કેમ? તે જોવા માટે ગયા હતા.ત્યારે ફાલ્ગુની બેભાન હાલતમાં જમીન પર પડી હતી.જેથી,તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું.બનાવની જાણ વારસિયા  પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ  પર  જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસને સ્થળ પરથી ઘેનની દવા ભરેલી અડધી બોટલ અને ઇન્જેક્શન મળી આવ્યા હતા.પોલીસનું અનુમાન છે કે,ફાલ્ગુનીએ જાતે જ કોઇ કારણસર ઘેનનું ઇન્જેક્શન લઇને આપઘાત કર્યો છે.પોલીસે મંગેતર યુવકને બોલાવી તેની પણ પૂછપરછ હાથ ધરી હતી.પોલીસે બંનેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચેક કર્યા  હતા.જેમાં પણ બંને વચ્ચે કોઇ ઝઘડો થયો હોય તેવી માહિતી મળી નથી.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી  પણ મળી નથી.પોલીસે નર્સના આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

(5:17 pm IST)