Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વડોદરામાં ચાલુ ટ્રેનમાંથી પિતાની ઉંઘનો લાભ લઇ 17 વર્ષીય પુત્રી પ્રેમી સાથે ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધીન પિતાની 17 વર્ષીય પુત્રી તકનો લાભ ઉઠાવી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી પ્રેમી સાથે ફરાર થઈ જવા અંગેનો બનાવ વડોદરા રેલવે પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી રમેશભાઈ સુથારી કામ કરે છે. 19મી ઓગસ્ટના રોજ તેઓ 17 વર્ષીય પુત્રી કાજલ (નામ બદલ્યું છે) સાથે બેલહોગલથી લુણી માતા-પિતાને મળવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેન કોચ નંબર 03માં મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યા બાદ કાજલ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં કોઈ સઘડ ન મળતાં આખરે તેઓએ વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે નોંધનીય છે કે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા તેમની પુત્રી ગેટની બહાર નીકળતી જોવા મળી હતી. રમેશભાઈની સાસરી લુણીમાં રહેતો ચંદન સિંગ રાજપૂતને બેંગ્લોર ખાતે સુથારી કામ દરમ્યાન કાજલ સાથે છતાં પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જેથી ચંદનસિંગ કાજલને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મના ઇરાદે ભગાડી ગયો હોવાની શંકા સગીરાના પિતાએ વ્યક્ત કરી છે.

 

(5:17 pm IST)