Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરતના વેડરોડ નજીક ધો.11ની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી જવા પામી

સુરત: સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પહેલા બનાવમાં વેડ રોડ પર આનંદ પાર્ક સોસાયટીમાં  રહેતી 16 વર્ષીય ખુશ્બુ ક્રિયાશંકર ઉપાધ્યાયે મંગળવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.  પોલીસે કહ્યુ કે ખુશ્બુ વેડ રોડની શાળામાં ધો. 11 કોર્મસમાં ભણતી હતી. તેના પરિવારનાં સભ્યોએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો.  આ મુદે તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ છે. તેના પિતા રીક્ષા ચાલક છે.

બીજા બનાવમાં પાંડેસરા ખાતે પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રહેતો અને ત્યાં સીલાઈ કામ કરતો  ૨૧ વર્ષીય સંતોષકુમાર બાલકિશન મર્દનીયાએ રવિવારે મોડી રાત્રે ખાતાના ટેરેસ પર રૃમમાં છત  પર એંગલ સાથે શર્ટ બાંધવી ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે કહ્યું હતું કે સંતોષ મૂળ બિહારનો વતની હતો. તેની બે વર્ષ પહેલા વતનમાં રહેતી યુવતી સાથે સગાઇ થઇ હતી.  રવિવારે મંગેતર સાથે ફોન પર વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી. જેમાં તેને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેના બે ભાઇ છે.

ત્રીજા બનાવમાં લિંબાયતમાં મીઠીખાડી પાસે રહેતો 30 વર્ષીય જુબેરખાન સલીમખાન પઠાણ ગત તા.25મીએ  ઘરે ઝેરી દવા પી ગયો હતો. આજે સવારે તે મોતને ભેટયો હતો. તેને બે સંતાન છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો. પણ છેલ્લા કેટલાક સમયથી તે બેકાર હોવાથી તેને નાંણાકીય તકલીફ પડતી હતી. તેથી તે ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હતુ.

(5:16 pm IST)